________________
કથાસાહિત્ય
૨૫૯
કહેવામાં આવેલ છે તેમજ આ કાવ્યને ઈતર મહાકાવ્યોની પદ્ધતિ અનુસાર “લક્ષ્મી' પદથી અંકિત કરવામાં આવેલ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે આ પ્રશસ્તિશ્લોકો મૂળ કર્તાના નથી પરંતુ પછીથી કૃતિની પ્રતિલિપિ કરનાર વસ્તુપાલે પોતે જ આ રચનાને ગરિમા પ્રદાન કરવા માટે જોડી દીધા છે. કથાત્મક આ સર્ગોની ભાષા પણ સહજ, સરળ અને મૃદુ છે. સાધારણ સંસ્કૃત જાણનાર પણ તેની ભાષા સરળતાથી સમજી શકે છે. કવિની શૈલી વર્ણનાત્મક છે, તેમાં કહેવતો અને લોકોક્તિઓનો પ્રયોગ બહુ અલ્પ થયો છે. આ કથાનક ભાગમાં સંસ્કૃતજ્ઞોમાં પ્રચલિત બોલચાલની ભાષાનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાષાને શબ્દાલંકારોથી શણગારવાનો પ્રયાસ સફળ છે. ભાષામાં અનુપ્રાસ અને યમકાલંકારોની રણનાત્મક ઝંકૃતિ જે અહીં છે તે અન્યત્ર બહુ ઓછી મળે છે. સાદશ્યમૂલક અર્થાલંકારોનો પ્રયોગ સ્વાભાવિક રીતે થયો છે.
આ કાવ્યનો ઐતિહાસિક ભાગ (૧ અને ૧૫ સર્ગ)માં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે અને ભાષા પણ ઉદાત્ત છે.
કવિ પરિચય અને રચનાકાળ – કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિ ઉપરથી જાણવા મળે છે કે તેના કર્તા નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ હતા. તેમના પહેલાં નાગેન્દ્રગચ્છમાં ક્રમશ: મહેન્દ્રસૂરિ, શાન્તિસૂરિ, આનન્દસૂરિ, અમરચન્દ્રસૂરિ, હરિભદ્રસૂરિ, વિજયસેનસૂરિ થયા. વિજયસેનસૂરિ જ ઉદયપ્રભસૂરિના અને વસ્તુપાલના ગુરુ હતા. ઉક્ત પ્રશસ્તિમાં ધર્માલ્યુદયના રચનાકાળનો ઉલ્લેખ ક્યાંય નથી. પરંતુ તેની જે સૌથી પ્રાચીન પ્રતિ મળી છે તેને સં. ૧૨૯૦માં સ્વયં વસ્તુપાળે પોતાના હાથે લખી છે. તેના અંતે આવો ઉલ્લેખ છે : સં. ૪ર૬૦ વર્ષે ચૈત્ર શુ. ११ रवौ स्तम्भतीर्थवेलाकूलमनुपालयता महं श्रीवस्तुपालेन श्रीधर्माभ्युदयमहाकाव्यपुस्तकमिदमलेखि ।
તેથી નિશ્ચિત છે કે આ કૃતિની રચના સં. ૧૨૯૦ પહેલાં થઈ છે. પ્રબંધચિન્તામણિ અનુસાર વસ્તુપાળે સંઘપતિ બનીને પ્રથમ તીર્થયાત્રા સં.૧૨૭૭માં કરી હતી. તેની પુષ્ટિ ગિરનારનો સં. ૧૨૯૩નો એક શિલાલેખ પણ કરે છે. તેથી ધર્માલ્યુદય મહાકાવ્યની રચના સં. ૧૨૭૭ પછી અને ૧૨૯૦ પહેલાં ક્યારેક થઈ છે.
१. इति श्रीविजयसेनसूरिशिष्यश्रीउदयप्रभसूरिविरचिते श्रीधर्माभ्युदयनाम्नि संघपतिचरिते 'लक्ष्म्यङ्के
મહાકાવ્ય તીર્થયાત્રવિધવો નામ..... સ ૨. ભૂમિકા, પૃ. ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org