________________
૨૫૮
મળે છે. શતાર્થીકાવ્યની રચના કરી હોવાથી તેમનું ઉપનામ શતાર્થિક પણ થઈ ગયું હતું.
જૈન કાવ્યસાહિત્ય
કુમારપાલપ્રતિબોધની રચના સં. ૧૨૪૧માં થઈ હતી અર્થાત્ કુમારપાળના મૃત્યુ પછી ૧૧ વર્ષ બાદ. ઈતિહાસની દૃષ્ટિએ આ અધિક મહત્ત્વની રચના છે. ધર્માભ્યુદય – આ કૃતિને સંઘપતિચરિત્ર પણ કહેવામાં આવે છે. તેમાં ૧૫ સર્ગ છે અને આખી કૃતિનું પરિમાણ ૫૨૦૦ શ્લોકપ્રમાણ છે. આ કથાકાવ્યમાં મહામાત્ય વસ્તુપાલે કાઢેલી સંઘયાત્રાને નિમિત્ત બનાવી ધર્મના અભ્યુદયને દર્શાવનારી અનેક ધાર્મિક કથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેના પ્રથમ સર્ગમાં વસ્તુપાલની વંશપરંપરાનું વર્ણન છે તથા વસ્તુપાલના મંત્રી બનવાનો નિર્દેશ છે તથા પંદરમાં સર્ગમાં વસ્તુપાલની સંઘયાત્રાનું ઐતિહાસિક વિવરણ છે. તેથી આ કાવ્યને સંઘપતિચરિત નામ પણ આપવામાં આવ્યું છે.
અન્ય સર્ગોમાં અર્થાત્ ૨થી ૧૪ સર્ગોમાં પરોપકાર, શીલવ્રત અને પ્રાણીઓ પ્રત્યે દાખવેલ અનુકમ્પાથી જન્ય પુણ્ય સંબંધી અનેક ધર્મકથાઓ તથા શત્રુંજય તીર્થના ઉદ્ધાર તેમજ માહાત્મ્ય સંબંધી અનેક કથાઓ આપવામાં આવી છે. રથી ૭ સર્ગોમાં પરોપકારનું માહાત્મ્ય, નવમા સર્ગમાં તપનું માહાત્મ્ય અને ૧૦થી ૧૪મા સર્ગમાં દીનાનુકમ્પનનું માહાત્મ્ય દર્શાવ્યું છે. આ સર્ગોમાં ગુરુ વિજયસેનસૂરિએ પોતાના શિષ્ય વસ્તુપાલને ઋષભદેવ, ભરત, બાહુબલિ, જમ્બુસ્વામી, યુગબાહુ અને નેમિનાથની કથાઓ સંભળાવી અને આ કથાઓની અંદર પણ વીસ જેટલી અવાન્તર કથાઓ કહી જેમકે અભયંકરનૃપકથા, અંગારકદષ્ટાન્ત, મધુબિન્દુઆખ્યાનક, કુબેરદત્ત-કુબેરદત્તાખ્યાનક અને શંખમ્પિક આદિ.
આ બધી કથાઓ અનુષ્ટુલ્ છંદમાં જ કહેવામાં આવી છે પરંતુ આ સર્ગો (૨-૧૪)માં પ્રત્યેક સર્ગના અંતે છંદપરિવર્તન સાથે કેટલાક શ્લોકો જોડવામાં આવ્યા છે, આ શ્લોકોમાં વસ્તુપાલની પ્રશંસા છે તથા પ્રસ્તુત રચનાને મહાકાવ્ય
૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૫; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪, મુનિ ચતુરવિજયજી અને પુણ્યવિજયજી દ્વારા સંપાદિત, મુંબઈ, ૧૯૪૯
૨. નેમિનાથચરિત્રના પ્રસંગમાં ઉદયપ્રભની જે સ્વતન્ત્ર રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સ્વતંત્ર નથી પરંતુ અહીંથી ઉદ્ધૃત અને અલગ પ્રકાશિત રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org