________________
૨૫૬
તે પુરુષો અને સ્ત્રીઓનાં ચરિત્રો આલેખવામાં આવેલ છે જેમણે દેવપૂજા વગેરે ગૃહસ્થોનાં છ ધાર્મિક કૃત્યો કરવામાં વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
પ્રથમ અષ્ટકની કથાઓ દેવપૂજાજન્ય પુણ્યનું માહાત્મ્ય દર્શાવે છે. બીજા અષ્ટકમાં ણમોકાર મન્ત્રનું માહાત્મ્ય, ત્રીજા અષ્ટકમાં સ્વાધ્યાયનું ફળ અને ચોથા અષ્ટકમાં શીલનો પ્રભાવ જણાવેલ છે. પાંચમા અષ્ટકમાં પર્વો ઉપર કરવામાં આવતા ઉપવાસનું મહત્ત્વ દર્શાવતી અને છઠ્ઠા અષ્ટકમાં પાત્રદાનથી થનારા પુણ્યને દર્શાવતી કથાઓ આપવામાં આવી છે.
પ્રત્યેક કથાના આરંભમાં એક શ્લોકથી પંચતંત્ર-હિતોપદેશની જેમ કથાના વિષયનું સૂચન કરાયું છે. આ શ્લોકો કર્તાએ સ્વયં રચ્યા છે કે પાછળથી કોઈએ જોડી દીધા છે એનો નિર્ણય કરવો કઠિન છે. કથાઓ ગદ્યમાં છે, જે ઉપરથી તો સરળ જણાય છે પરંતુ પ્રાયઃ જટિલ છે. કથાઓની અંદર ઉપકથાઓ પણ આવી ગઈ છે.જન્માન્તરોની કથાઓના વર્ણનને કા૨ણે કથાવસ્તુમાં જટિલતા આવી ગઈ છે. જ્યાંત્યાં સંસ્કૃત-પ્રાકૃતનાં કેટલાંક પઘો બીજેથી ઉદ્ધૃત કરાયેલાં મળે છે.
કર્તાએ કથાઓને કેટલાય સ્રોતોમાંથી લીધી છે અને ક્યાંક ક્યાંક સ્રોતનો નિર્દેશ પણ કરી દીધો છે.તેમાંથી કેટલીક કથાઓનો આધાર કન્નડ વડ્ડારાધના છે તથા અધિકાંશ કથાઓ રવિષેણકૃત પદ્મપુરાણ, જિનસેનકૃત હરિવંશપુરાણ, જિનસેનગુણભદ્રસ્કૃત મહાપુરાણ અને સંભવતઃ બૃહત્કથાકોશમાંથી લેવામાં આવી છે.
જો કે આ કૃતિ આમ તો સંસ્કૃતમાં રચવામાં આવી છે છતાં લોકપ્રચલિત શૈલીમાં રચાઈ હોવાથી સંસ્કૃતવ્યાકરણના કઠોર નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું. તેની સંસ્કૃત ભાષા તત્કાલીન બોલીઓથી પ્રભાવિત છે. જ્યાંત્યાં કન્નડ શૈલીનો પ્રભાવ દેખાય છે.
જૈન કાવ્યસાહિત્ય
કર્તા અને રચનાકાળ કર્તાએ પ્રશસ્તિના ત્રણ શ્લોકોમાં પોતાનો પરિચય આપ્યો છે. તદનુસાર તેમનું નામ રામચન્દ્ર મુમુક્ષુ હતું. તે દિવ્યમુનિ કેશવનન્દિના શિષ્ય હતા. આ દિવ્યમુનિ કેશવનન્દિ કુકુન્દાન્વયી હતા, તથા મહાસંયમી, અનેક મુનિઓ અને નરેશોના વંદનીય, અને બહુખ્યાતિપ્રાપ્ત હતા. રામચન્દ્રે મહાયશસ્વી વાદિભસિંહ મહામુનિ પદ્મનન્દિ પાસે વ્યાકરણશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું.
-
Jain Education International
આ કથોકોશની રચના ક્યારે થઈ, એનો ક્યાંય ઉલ્લેખ નથી. કર્તાના સમયની પણ કોઈ માહિતી નથી. તો પણ તેમની વિદ્યમાનતા ૧૨મી સદીના પૂર્વાર્ધમાં સંભવિત માની શકાય.
૧. જુઓ – પુણ્યાશ્રવકથાકોશ પર લખેલી ભૂમિકા, પૃ. ૩૦-૩૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org