________________
કથાસાહિત્ય
૨૫૫
નાનીમોટી કથાઓ છે. કથાસંગ્રહનો આ એક સારો ગ્રન્થ છે, જૈન મુનિઓ પોતાનાં પ્રવચનોમાં દૃષ્ટાન્તો આપવા તેનો ઉપયોગ કરતા હતા.
૬. સંખ્યા ૧૩૨૬ (સન્ ૧૮૯૧-૯પનો રિપોર્ટ). આ કથાસંગ્રહમાં સંસ્કૃત ગદ્યમાં આઠ કથાઓ – કુરચન્દ્ર, પદ્માકર આદિની – સાધુઓને વસતિ, શવ્યા, આસન, આહારપાણી, ઔષધિ, વસ્ત્ર અને પાત્રના દાનના મહત્ત્વને દર્શાવવા આપવામાં આવી છે. આ બધીનો ઉલ્લેખ ઉપદેશમાલાની ૨૪૦મી ગાથા વસહીસયણાસણ' આદિમાં છે.
૭. સંખ્યા ૧૩૨૬ (સન ૧૮૯૧-૯૫નો રિપોર્ટ), આ કથાસંગ્રહમાં ધનદત્ત. નાગદત્ત, મદનાવલી વગેરેની કથાઓ પૂજાના ભિન્ન ભિન્ન પ્રકારનાં ફળો દર્શાવવા માટે આપી છે.
ઉપર્યુક્ત કથાસંગ્રહો ઉપરાંત જિનરત્નકોશમાં કેટલાક કથાકોશો વિભિન્ન નામોથી ઉલ્લિખિત મળે છે, જેમકે કથાકલ્લોલિની, કથાગ્રન્થ, કથાદ્વાત્રિશિકા (પરમાનન્દ), કથાપ્રબંધ, કથાશતક, કથાસમુચ્ચય, કથાસંચય વગેરે. આ બધાને તપાસવાથી જૈન કથાસાહિત્ય ઉપર વિશેષ પ્રકાશ પડવાની આશા છે.
કેટલાક કથાકોશો અન્ય નામોથી પણ ઉપલબ્ધ થયા છે.
પુણ્યાશ્રવકથાકોશ – પુણ્યાશ્રવકથાકોશ નામના કેટલાક કથાસંગ્રહો છે. વિષયની દૃષ્ટિએ આ સંગ્રહોમાં પુણ્યાર્જનના કારણભૂત કથાઓનો સંગ્રહ છે. પ્રસ્તુત સંગ્રહનું પરિમાણ ૪૫૦૦ શ્લોકપ્રમાણ છે.*
આ સંગ્રહ સંસ્કૃત ગદ્યમાં છે. તે છ અધિકારોમાં વિભક્ત છે. તેમાં કુલ પ૬ કથાઓ છે. પ્રથમ પાંચ ખંડોમાં આઠ-આઠ (અષ્ટક) કથાઓ છે અને છઠ્ઠામાં ૧૬ છે. કથાઓનાં પ્રારંભિક પદ્યોની સંખ્યા પ૭ છે પરંતુ ૧૨મી અને ૧૩મી કથાઓને એક ગણવામાં આવી છે, તેથી કથાઓ પ૬ જ છે. આ કથાઓમાં
૧. ઉપર્યુક્ત કેટલાક કથાસંગ્રહોનો પરિચય બૃહત્કથાકોશની પ્રસ્તાવનામાં ડો. ઉપાધ્યએ
આપેલા વિવરણમાંથી લીધો છે. ૨. પૃ. ૬૬-૬૭ ૩. જિનરત્નકોશ, પૃ. ૨પર; રામચન્દ્ર મુમુક્ષુકૃત, નેમિચન્દ્રગણિકૃત (ગ્રન્થાઝ ૪૫00)
તથા નાગરાજકૃત રચનાઓ. કવિ રઈધૂએ અપભ્રંશમાં ‘પુષ્ણાવકહાકોસો' લખ્યો છે. ૪. જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, ૧૯૬૪, હિન્દી અનુવાદ સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org