________________
કથાસાહિત્ય
કૃતિઓ પાર્શ્વનાથમહાકાવ્ય, અન્યોક્તિમુક્તામહોદધિ, કીર્તિકલ્લોલિની, સ્તુતિત્રિદશતરંગિણી, સૂક્તરત્નાવલી, કસ્તૂરીપ્રકર, ઋષભશતક, વિજયપ્રશસ્તિમહાકાવ્ય આદિ અનેક છે. આનો નિર્દેશ વિજયપ્રશસ્તિમહાકાવ્યની પ્રશસ્તિમાં કરવામાં આવ્યો છે.
૩. કથારત્નાકર આને ‘ધર્મકથારત્નાકરોદ્વાર’૧ યા ‘કથારત્નાકરોદ્વાર' પણ કહેવામાં આવે છે. તેમાં બે અધ્યાય છે. તેનો ગ્રન્થાગ્ર ૫૫૦૦ શ્લોકપ્રમાણ છે. તેમાં સાધુનિન્દાનું ફળ દર્શાવવા માટે રુમિણીની કથા પણ છે. તેના કર્તા ઉત્તમર્ષિ છે. તેમના વિશે કંઈ પણ માહિતી મળતી નથી.
એક અજ્ઞાતકર્તૃક કથારત્નાકરનો પણ ઉલ્લેખ મળે છે.
કથાનકકોશ આમાં ૧૪૦ પ્રાકૃત ગાથાઓ છે. તેના ઉપર સંસ્કૃતમાં વિનયચન્દ્રની ટીકા છે. આ કૃતિનું નામ ધમ્માણયકોસ પણ છે. પાટણ ભંડારમાં તેની હસ્તપ્રત છે, તેમાં વિ.સં.૧૧૬૬ રચના યા પ્રતલેખનનો સમય આપ્યો છે.
૨૫૩
-
પાટણના ભંડારમાં ‘કથાગ્રન્થ’ નામના કથાશની તાડપત્રીય પ્રતિ છે. તેને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.” બીજા તાડપત્રીય કથાકોશ ‘કથાનુક્રમણિકા’નો પણ ઉલ્લેખ મળે છે, તેનો સમય સં.૧૧૬૬ છે.
કથાસંગ્રહ – આને અન્તરકથાસંગ્રહ યા વિનોદકથાસંગ્રહ પણ કહે છે. આ સરળ સંસ્કૃત ગદ્યમાં લખાયેલો કથાગ્રંથ છે. તેમાં ૮૬ કથાઓ ધાર્મિક અને નૈતિક શિક્ષાની છે અને બાકીની ૧૪ વાક્ચાતુરી અને પરિહાસ દ્વારા મનોરંજનની છે. તેની શૈલી વાતચીતની છે. શબ્દવિન્યાસપ્રણાલી દેશજ શબ્દોથી ઘણી રંગાયેલી છે. સંસ્કૃત, મહારાષ્ટ્રી અને અપભ્રંશ પદ્ય આમાં પ્રચુર માત્રામાં ઉષ્કૃત છે. અનેક કથાઓ તો સિદ્ધાન્તોની ગાથા કહીને કહેવામાં આવી છે. આવી ગાથાઓમાં કોઈ વ્રતનું માહાત્મ્ય દર્શાવ્યું છે અને તેને દૃષ્ટાન્તકથા આપીને સમજાવ્યું છે. તેની
૧. જિનરત્નકોશ, પૃ. ૬૬
૨. પાટણની હસ્તપ્રતોની સૂચી, ભાગ ૧, (ગાયકવાડ ઓ. સિરિઝ સં. ૭૬), પૃ. ૪૨; જિનરત્નકોશ, પૃ. ૬૫
૩. જિનરત્નકોશ, પૃ. ૬૫, ૩૬૮
૪. એજન, પૃ. ૬૫
૫. એજન.
૬. એજન, પૃ. ૧૧ અને ૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org