________________
કથાસાહિત્ય
૨૫૧
આગમો, નિર્યુક્તિઓ અને પ્રકીર્ણકોમાં મળે છે. ઔપદેશિક પ્રકરણો, માહાભ્યો અને દૃષ્ટાન્તકથાઓમાં જે અનૈતિહાસિક અને પૌરાણિક પાત્ર લાગતાં હતાં તે બધાં અહીં તપશૂર અને જૈનધર્મની યથાર્થ વ્યક્તિઓ રૂપ મનાયાં છે. કથાર્ણવનો ગ્રન્થગ્ર ૭પ૯૦ શ્લોકપ્રમાણ છે.
કર્તા અને રચનાકાળ ખરતરગચ્છના ગુણરત્નસૂરિના શિષ્ય પદ્મમન્દિરગણિએ આ કૃતિની રચના વિ.સં. ૧૫૫૩માં કરી છે.
૧. કથા રત્નાકર – આ ૧૫ તરંગોમાં વિભક્ત છે. તેના અંતે અગડદત્તની કથા છે. તેની રચના નરચન્દ્રસૂરિએ કરી છે. જૈનધર્મ સંબંધી કથાનક સાંભળવાની વસ્તુપાલ મહામાત્યની ઉત્કંઠા શાંત કરવા માટે જ નરચંદ્ર તપ, દાન, અહિંસા વગેરે સંબંધી અનેક ધર્મકથાઓ ધરાવતો આ કથાકોશ રચ્યો છે. તેને “કથારત્નસાગર' પણ કહે છે. તેની એક તાડપત્રીય પ્રતિ સં. ૧૩૧૯ની મળે છે. તેનો પ્રન્યાગ્ર ૨૦૯૧ શ્લોકપ્રમાણ છે. આ આખી કૃતિ અનુષ્ટ્રમ્ છંદમાં રચાઈ છે.
કર્તા અને રચનાકાળ – આ કૃતિના પ્રણેતા નરચંદ્રસૂરિ મહાવિદ્વાન હતા. તે હર્ષપુરીય યા મલધારિગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય હતા. તે મહામાત્ય વસ્તુપાલના માતૃપક્ષના ગુરુ હતા અને તેમણે વસ્તુપાલને ન્યાય, વ્યાકરણ અને સાહિત્યમાં પારંગત કર્યા હતા. તેમણે રચેલી અનેક કૃતિઓ મળે છે, જેમકે ન્યાયકન્ડલી પંજિકા, અનર્ધરાઘવટિપ્પણ, જયોતિસાર, સર્વજિનસાધારણસ્તવન વગેરે. પ્રબંધકોશ અનુસાર નરચંદ્રસૂરિનું નિધન ભાદ્રપદ ૧૦ વિ.સં.૧૨૮૭માં થયું હતું. તેથી પ્રસ્તુત રચનાનો સમય તેરમી સદીના મધ્યભાગ માનવો જોઈએ.
૧. જિનરત્નકોશ, પૃ. ૬૦; ઋષિમંડલપ્રકરણ, આત્મવલ્લભ ગ્રન્થમાલા, સં. ૧૩, વલદ,
૧૯૩૯; ખાસ કરીને પ્રસ્તાવના જોવા જેવી છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૬૬; પાટણની હસ્તપ્રતોનું સૂચીપત્ર (ગાયકવાડ ઓરિ. સિ.), ભાગ
૧, પૃ. ૧૪ 3. इत्यभ्यर्थनया चक्रुर्वस्तुपालमंत्रिणः ।
नरचन्द्रमुनीन्द्रास्ते श्रीकथारत्नसागरम् ॥ ૪. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૦૦-૧૦૪ તથા ૨૦૭-૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org