________________
૨૫૨
જૈન કાવ્યસાહિત્ય
૨. કથારત્નાકર – આ કથાકોશ દસ તરંગોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને ૨૫૮ કથાઓ છે. આમાંથી ઘણી કથાઓ તો સરળ સંસ્કૃત ગદ્યમાં લખાઈ છે અને બહુ જ થોડી ગંભીર શૈલીમાં લખાઈ છે. કેટલીક કથાઓ સંસ્કૃત પદ્યોમાં પણ લખાઈ છે. વળી, કેટલીક કથાઓ પરંપરાશ્રુત છે, કેટલીક કલ્પનાપ્રસૂત છે, કેટલીક અન્ય સ્રોતોમાંથી લેવામાં આવી છે અને કેટલીક જૈન આગમોમાંથી લેવામાં આવી છે. પ્રત્યેક કથાનો પ્રારંભ એક કે બે ઉપદેશાત્મક ગાથા યા શ્લોકથી થાય છે. આખી કૃતિમાં સંસ્કૃત, મહારાષ્ટ્રી, અપભ્રંશ, જૂની હિંદી અને જૂની ગુજરાતી ઉદ્ધરણો પ્રચુર માત્રામાં મળે છે. રામાયણ, મહાભારત વગેરે વિશાળ ગ્રન્થો અને ભર્તુહરિશતક, પંચતંત્ર વગેરે અનેક નીતિગ્રન્થોમાંથી સુપરિચિત કેટલાંક ઉદ્ધરણો પણ લેવામાં આવ્યાં છે. કૃતિનો જૈન દૃષ્ટિકોણ તેના પ્રારંભના શ્લોકો, ભાવ અને કથાઓથી સ્પષ્ટ થઈ જાય છે. તેમાં શુંગારથી લઈ વૈરાગ્ય સુધીના વિચારો અને ભાવોનો સમાવેશ છે. વિન્ટરનિટ્સ કહે છે કે આમાં અનેક કથાઓ પંચતંત્ર યા તેના જેવા કથાગ્રન્થોમાં મળતી કથાઓ જેવી છે, જેમકે સ્ત્રીચાતુર્યની કથાઓ, ધૂર્તોની કથાઓ, મૂર્ખકથાઓ, પ્રાણિકથાઓ, અદ્ભુત કથાઓ, અન્ય બધી જાતના ટુચકા જેમાં બ્રાહ્મણો તથા અન્ય મતોનો ઉપહાસ છે. પંચતંત્રની જેમ જ કથાઓની વચ્ચે વચ્ચે અનેક સદુક્તિઓ ફેલાયેલી પડી છે. કથાઓને એકબીજી સાથે એમ જ જોડી દેવામાં આવી છે. કથાઓને એક ઢાંચામાં સજવામાં નથી આવી. કૃતિનો મોટો ભાગ વાસ્તવમાં એક દૃષ્ટિએ ભારતીય જ છે. જૈન કથાગ્રન્થોમાં સામાન્ય રીતે આવતાં નામો ઉપરાંત આમાં ભોજ, વિક્રમ, કાલિદાસ, શ્રેણિક વગેરેનાં ઉપાખ્યાન આપવામાં આવ્યાં છે. કેટલાક ભૌગોલિક ઉલ્લેખો પણ આમાં તદ્દન આધુનિક છે અને દિલ્હી, ચાંપાનેર તથા અહમદાબાદ જેવાં નગરો સાથે સંબંધ ધરાવતી કથાઓ પણ છે. ટૂંકમાં, આનો વિષય શિક્ષાપ્રદ અને મનોરંજક બન્ને
કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા હેમવિજયગણિ છે. તે તપાગચ્છના કલ્યાણવિજયગણિના શિષ્ય હતા. હેમવિજયગણિનો વિશેષ પરિચય અન્યત્ર આપ્યો છે. આ કૃતિની રચના સં. ૧૬પ૭માં કરવામાં આવી છે. તેમની અન્ય
૧. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૧; આનો જર્મન અનુવાદ ૧૯૨૦માં હર્ટલ મહોદયે
કર્યો છે. ૨. વિન્ટરનિત્ય, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૫ ૩. મિત્ર વર્ષેગ્રન્થપુ રાવની |
પૂનમર્તક્ષયોને વતુર્વણ્યાં જીવી શુઃ પ્રશસ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org