________________
કથાસાહિત્ય
૨૪૯
૪. કથાકોશ – અહીં કેટલાક અજ્ઞાત લેખકોના સંસ્કૃત-પ્રાકૃત કથાકોશોનો પરિચય આપીએ છીએ. આમાંથી અધિકાંશની હસ્તપ્રતો પૂનાના ભાંડારકર પ્રાચ્ય મંદિરના સરકારી સંગ્રહવિભાગમાં ઉપલબ્ધ છે.'
૧. સંખ્યા ૪૭૮ (સન્ ૧૮૮૪-૮૬) – આના પહેલાં ત્રણ પત્રોમાં હરિષણનો કથાકોશ છે. તે પછી પ૩ વ્રતકથાઓ છે, તેમાં સુગન્ધદશમી, ષોડશકારણ અને રત્નાવલી સંસ્કૃતમાં છે અને બાકીની અપભ્રંશમાં છે.
૨. સંખ્યા ૫૮૨ (સન્ ૧૮૮૪-૮૬) – આમાં સંસ્કૃત શ્લોકો પછી જ દષ્ટાન્તકથાઓ આપવામાં આવી છે. તેમાં જિનપ્રભસૂરિ, જગસિંહ, સાતવાહન, જગડૂશાહ વગેરેના કેટલાક પ્રબંધો પણ છે.
૩. સંખ્યા ૫૮૩ (સન્ ૧૮૮૪-૮૬) – આ બન્ને બાજુથી તૂટેલ છે. તે સંસ્કૃત પદ્યમાં છે. તેમાં સંસ્કૃત-પ્રાકૃત બન્ને પ્રકારનાં ઉદ્ધરણો છે. સંભવતઃ તેમાં સમ્યક્તકૌમુદીની જ કથાઓ છે.
૪. સંખ્યા ૧૨૬૬ (સન્ ૧૮૮૪-૮૭) – આ ચન્દ્રપ્રભની સ્તુતિથી શરૂ થાય છે અને તેમાં સંસ્કૃતમાં આરામતનય, હરિષેણ, શ્રીષેણ, જીમૂતવાહન આદિની કથાઓ આપવામાં આવી છે. તે અપૂર્ણ છે. કેવળ ૪૭ પૃષ્ઠ ઉપલબ્ધ છે.
૫. સંખ્યા ૧૨૬૭ (સનું ૧૮૮૪-૮૭) – આમાં તે કથાઓ છે જે સામાન્યતઃ સમ્યક્તકૌમુદીકથા નામે જાણીતી છે. પ્રારંભનું ગદ્ય કંઈક બીજી રીતનું છે અને તે આ પ્રમાણે છે – જોવેશે પત્નપુરના માર્યમુર્તિસૂરીશ્વર: | ત્રિઉ3મરતfધપસંપ્રતિરોડ ધવેશનાં રજૂર્વ પો પો ભવ્યા: ! આમાં સાવ અત્તે પાત્રદાનના દષ્ટાન્તરૂપે ધનપતિની કથા આપવામાં આવી છે. જો કે આ સંસ્કૃત કૃતિ છે પરંતુ તેમાં જ્યાંત્યાં પ્રાકૃત ગાથાઓ આપવામાં આવી છે.
૬. સંખ્યા ૧૨૬૮ (સન્ ૧૮૮૪-૮૭) – આમાં પ્રાકૃત કથાઓ આપવામાં આવી છે, જેમકે ગંધપૂજા ઉપર શુભમતિની, ધૂપપૂજા ઉપર વિનયંધરની તથા અન્ય દષ્ટાન્તકથાઓ. આની પ્રશસ્તિ અને કેટલોક અંશ સંસ્કૃતમાં છે. આની રચના હર્ષસિંહગણિએ સારંગપુરમાં કરી હતી.
૧. આ બધાનો પરિચય બૃહત્કથાકોશમાં ડૉ. ઉપાધ્ય દ્વારા લિખિત પ્રસ્તાવનાના આધારે
આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org