________________
૨૪૮
જેન કાવ્યસાહિત્ય
૩. કથાકોશ – આને વ્રતકથાકોશ અને કથાવલી પણ કહે છે. તેમાં વ્રતો, ધાર્મિક ક્રિયાઓ, નિયમો, અનુષ્ઠાનો અને તપોની કથાઓ આપવામાં આવી છે, જેમકે અષ્ટાદ્ધિક વ્રતકથા, આકાશપંચમી, મુક્તાસપ્તમી, ચન્દ્રનષષ્ઠી, વગેરે.
કતો અને રચનાકાળ – આ કથાકોશની રચના મૂલસંઘ સરસ્વતીગચ્છ બલાત્કારગણના શ્રતસાગર છે. તેમણે પોતાને બ્રહ્મ. યા દેશયતિ કહ્યા છે. તેમના ગુરુનું નામ ભટ્ટારક વિદ્યાનજિ હતું, આ વિદ્યાનન્ટિ પબનન્દિના પ્રશિષ્ય અને દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. વિદ્યાન્ટિનું ભટ્ટારક પદ ગુજરાતના ઈડર નામના સ્થાને હતું, અને તેમના પટ્ટધર મલ્લિભૂષણ અને તેમના પછી લક્ષ્મીચન્દ્ર ભટ્ટારક થયા. મલ્લિભૂષણને શ્રુતસાગરે ગુરુભાઈ કહ્યા છે. શ્રુતસાગર મહાવિદ્વાન હતા. તેમને અનેક ઉપાધિઓ મળી હતી. તેમની અન્ય કૃતિઓ છે – તત્ત્વાર્થવૃત્તિ, યશસ્તિલકચન્દ્રિકા, ઔદાર્યચિન્તામણિ, તત્ત્વત્રયપ્રકાશિકા, જિનસહસ્રનામટીકા, મહાભિષેક ટીકા, ષપ્રાભૃતટીકા, શ્રીપાલચરિત, યશોધરચરિત, સિદ્ધભક્તિટીકા, સિદ્ધચક્રાષ્ટકટીકા આદિ. તેમણે પપ્પાતની સંસ્કૃત ટીકામાં પણ કેટલીક કથાઓ આપી છે.
શ્રતસાગર વિક્રમની ૧૯મી સદીના વિદ્વાન છે. તેમની કોઈ પણ કૃતિમાં રચનાસમય આપ્યો નથી, પરંતુ અન્ય ઉલ્લેખો ઉપરથી શ્રુતસાગરના સમયનું અનુમાન કરવામાં આવ્યું છે.
કેટલાક બીજા કથાકોશો છે, તેમને વ્રતકથાકોશો પણ કહે છે. તેમાં દયાવર્ધન, દેવેન્દ્રકીર્તિ, ધર્મચન્દ્ર અને મલ્લિષણની રચનાઓનો ઉલ્લેખ મળે છે."
અન્ય કથાકોશોમાં વર્ધમાન, ચન્દ્રકીર્તિ, સિંહસૂરિ તથા પદ્મનદિની કૃતિઓના ઉલ્લેખ મળે છે. વર્ધમાન અભયદેવના શિષ્ય હતા અને તેમના કથાકોશને શકુનરત્નાવલિ' પણ કહે છે."
૧. જિનરત્નકોશ, પૂ. ૬૬ અને ૩૬૮ ૨. પં. નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ (દ્ધિ.સં.), પૃ. ૩૦૧-૩૦૭. ૩. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી પ્રકાશિત ૪. જિનરત્નકોશ, પૃ. ૩૬૮ ૫. એજન, પૃ. ૬૫, ૩૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org