________________
કથાસાહિત્ય
૨૪૭
માંહરિ, બીબી, મસીત, મીર, મુલાણ (મુલ્લા), મુસલમાન, હજ, હરીજ, વગેરે. તેની ભાષા અને શબ્દોનું અધ્યયન એક અલગ વિષય છે. મૂળ શબ્દોનું સંસ્કૃતીકરણ કર્યું હોવાથી કેટલાંય સ્થાને અર્થ કરવામાં મોટી ગરબડ થાય છે.
કર્તા અને રચનાકાળ – આ કૃતિના ઉપર્યુક્ત શુભાશીલગણિ જ કર્તા છે. આ કૃતિની પ્રશસ્તિમાં રચનાસંવત વિ.સં.૧૫ર૧ આપવામાં આવ્યો છે. ઉક્ત પ્રશસ્તિમાં શુભશીલગણિએ પોતાને રત્નમંડનસૂરિના શિષ્ય કહ્યા છે, પરંતુ આ કથાકોશના એક અધિકારની પ્રશસ્તિમાં પોતાનો ઉલ્લેખ લક્ષ્મીસાગરના શિષ્ય તરીકે કર્યો છે :
लक्ष्मीसागरसूरीणां पादपद्मप्रसादतः ।
- शिष्येण शुभशीलेन ग्रन्थ एष विधीयते ॥ ३ ॥ આ લક્ષ્મીસાગર શુભશીલગણિના કાં તો પ્રગુરુ હતા કાં તો તેમના ગુરુ મુનિસુંદરના ગુરુભાઈ હતા. પોતાની અન્ય કૃતિઓમાં શુભાશીલે પોતાને મુનિસુંદરસૂરિના શિષ્ય કહ્યા છે. સંભવતઃ કર્તા શુભાશીલે કૃતજ્ઞતાવશ વિદ્યા, આશ્રય અને દીક્ષા દેનાર ત્રણ પ્રકારના ગુરુઓનું સ્મરણ કર્યું છે.
૧. કથાકોશ – આને “કલ્પમંજરી' પણ કહે છે. તેની રચના આગમગચ્છના જયતિલકસૂરિએ કરી છે. તેનો ગ્રન્યાગ્ર ૨૯૦ શ્લોકપ્રમાણ છે. તેનો સમય ૧૫મી સદી જણાય છે.
૨. કથાકોશ- આને “વ્રતકથાકોશ' પણ કહે છે. તેની એક હસ્તપ્રત જયપુરના પાટોદીના મંદિરના ભંડારમાં ઉપલબ્ધ છે. તેમાં જુદા જુદા વ્રતો સંબંધી કથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કૃતિની પૂરી પ્રતિ ન મળવાથી એ હજુ સુધી નક્કી થઈ શક્યું નથી કે તેમાં કેટલી વ્રતકથાઓ છે. તેના કર્તા પ્રસિદ્ધ ભટ્ટારક સકલકીર્તિ છે, તેમનો પરિચય અન્યત્ર કરાવ્યો છે.
૧. વિક્રમ વિહુ-દ્વીપુ-૨ () પ્રતિવરેા.
अमुं व्यधात् प्रबन्धं तु शुभशीलाभिधो बुधः॥ ૨. મુનિસુવરજૂરી વિનેયઃ સુમશીમા - વિક્રમચરિત્ર, પ્રશસ્તિ, પદ્ય ૧૨ ૩. જિનરત્નકોશ, પૃ. ૬૫ ૪. એજન, પૃ. ૬૫, ૩૬૮; રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org