________________
૨૪૬
જૈન કાવ્યસાહિત્ય
પણ આ જ નામ આપ્યું છે. પરંતુ અન્ય કથાકોશોની જેમ આનાં સંક્ષિપ્ત નામો કથાકોશ અને પ્રબંધપંચશતી મળે છે. આ કથાકોશમાં ૪ અધિકાર છે, તેમાં કુલ ૬૨૫ કથાપ્રબંધોનો સંગ્રહ છે. પ્રથમ અધિકારમાં ૧થી ૨૦૩ સુધી, બીજામાં ૨૦૪થી ૪૨૬ સુધી, ત્રીજામાં ૪૨૭થી ૪૭૬ સુધી અને ચોથામાં ૪૭૭થી ૬૨૫ સુધી કથાઓ આપવામાં આવી છે.
કર્તાએ આ કથાઓનું સંકલન કરવામાં અનેક સ્રોતોનો આધાર લીધો છે. તે કહે છે, “૬િ રનનો નિશમ્ય, શ્ચિત્ નિગાન્યાવિશાત” અર્થાત ગુરુપરંપરા તથા જૈન-જૈનેતર કૃતિઓનો ઉપયોગ કરીને આ રચના કરવામાં આવી છે. તેમાં વિશેષતઃ પ્રભાવકચરિત, પ્રબંધચિન્તામણિ, પુરાતનપ્રબંધસંગ્રહ, પ્રબંધકોશ, ઉપદેશતરંગિણી, આવશ્યકનિયુક્તિ આદિ જૈન કૃતિઓ અને હિતોપદેશ, પંચતંત્ર, રામાયણ, મહાભારત આદિ કૃતિઓમાં પ્રાપ્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત કૃતિ ગુરુપરંપરાથી ઉપલબ્ધ વિશાળ કથાસાહિત્યની પશ્ચાત્કાલીન વારસદાર છે, તેથી તે બહુ જ મહત્ત્વની છે. તેમાં કથાઓનો વિષયક્રમ જણાતો નથી, તો પણ તેના ત્રણ વિભાગો કરી શકાય – ૧. ઐતિહાસિક પ્રબંધ, ૨. ધાર્મિક કથાઓ, અને ૩. લૌકિક કથાઓ.
ઐતિહાસિક પ્રબંધોમાં નન્દ, સાતવાહન, ભર્તુહરિ, ભોજ, કુમારપાલ, હેમસૂરિ વગેરેની કથાઓ જોવા જેવી છે.
આ કૃતિ ગદ્યપદ્યમિશ્રિત છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનાં સુભાષિતો ઠેરઠેર જોવા મળે છે. તેમાં સંસ્કૃત વ્યાકરણના કઠિન પ્રયોગોથી મુક્ત સરળ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને લોકભાષામાં પ્રચલિત અનેક શબ્દોનું સંસ્કૃતીકરણ કરી તેમનો પ્રયોગ પ્રચુર માત્રામાં કરવામાં આવ્યો છે. તેમાં અનેક ફારસી શબ્દોનો પ્રયોગ પણ જોવા મળે છે, જેમકે કલન્દર, કાગદ, ખરશાન,
૧. સુવાસિત સાહિત્ય પ્રકાશન, સૂરત, ૧૯૬૮, સંપાદક મુનિ શ્રી મૃગેન્દ્ર; જિનરત્નકોશ,
પૃ. ૨૨૪; વિન્ટરનિસે હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૪, ટિ.૩માં કહ્યું છે કે ઈટાલિયન વિદ્વાન પેવોલિનીએ આ કથાગ્રન્થમાંથી લઈને દ્રૌપદી, કુન્તી, દેવકી, રુકમિણી કથાઓ લખી છે. બીજા ઈટાલિયન વિદ્વાન બલિનીએ પહેલી પ૦ કથાઓનું મૂળ અનુવાદ સાથે પ્રકાશિત કર્યું છે. આ જ વિદ્વાને સુલ્તાન ફિરોજ દ્વિતીય (સન્ ૧૨૨૦-૧૨૯૬) અને જિનપ્રભસૂરિ સાથે સંબંધ ધરાવતી ૧૬ કથાઓનું નિરૂપણ
કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org