________________
કથાસાહિત્ય
૨૪૫
એક સ્તુતિ છે. આમાં ૧૦૦ ધર્માત્મા ગણાવાયા છે. તેમાં પ૩ પુરુષ (પહેલો ભરત છે અને છેલ્લો મેઘકુમાર છે) અને ૪૭ સ્ત્રીઓ (પહેલી સુલસા છે અને છેલ્લી રેણા છે) છે, આ બધાં ધર્મ અને તપ સાધનાઓ માટે જૈનોમાં સુખ્યાત છે. અધિકાંશતઃ આ બધાં જૈન કથાસાહિત્યમાં ઉપલબ્ધ કથાઓનાં જ પાત્રો છે. તેમનો ઉલ્લેખ સૂયગડ, ભગવતી, નાયાધમ્મકહાઓ, અન્તગડ, ઉત્તરાધ્યયન, પઈન્વય, આવસ્મય, દસયાલિય અને વિવિધ નિર્યુક્તિઓ અને ટીકાઓમાં થયો છે. મૂળ પ્રાકૃત ગાથાઓમાં તો આ નામોની શૃંખલા માત્ર આપવામાં આવી છે. સૌપ્રથમ તો આ ગાથાઓ જૈન સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોના અભ્યાસીઓ માટે બોધગમ્ય રહી હશે. પરંતુ પછી મૂલ ઉપર વિસ્તૃત ટીકા અને કથાઓના પૂર્ણ વિવરણની આવશ્યકતા જણાવા લાગી અને પરિણામે આ વિશાળ કથાકોશ રચાયો. આ સંસ્કૃત ટીકામાં ગદ્યપદ્યમિશ્રિત કથાઓ પણ આપવામાં આવી છે, તેમનામાં જ્યાંત્યાં પ્રાકૃત ઉદ્ધરણો વીખરાયેલાં છે. ટીકામાં બધી કથાઓ જ કથાઓ છે, તેથી તેને કથાકોશ પણ કહેવામાં આવે છે.
કર્તા અને રચનાકાળ – આ મહત્ત્વપૂર્ણ કથાસંગ્રહના કર્તા શુભાશીલગણિ છે. તેમના ગુરુનું નામ હતું મુનિસુંદરગણિ. વિક્રમની ૧૫મી સદીમાં થઈ ગયેલા યુગપ્રભાવક આચાર્ય સોમસુંદરનો વિશાળ શિષ્ય પરિવાર હતો, આ શિષ્ય પરિવાર વિદ્વાન અને સાહિત્યસર્જક હતો. સોમસુંદરના પટ્ટશિષ્ય સહસ્રાવધાની મુનિસુંદર હતા. તેમના અન્ય ગુરુભાઈઓએ અનેક કૃતિઓ રચી છે. શુભશીલગણિ આ પરિવારના સાહિત્યસર્જક વિદ્વાન હતા.
શુભશીલગણિએ આ કથાકોશની રચના વિ.સં. ૧૫૦૯માં કરી હતી. કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં રચનાસંવત આપવામાં આવ્યો છે. . શુભશીલગણિની અનેક રચનાઓ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલીક રચનાઓમાં રચનાસંવત આપવામાં આવેલ છે, જેમકે વિક્રમાદિત્યચરિત્ર (વિ.સં. ૧૪૯૯), શત્રુંજયકલ્પ કથાકોશ (વિ.સં.૧૫૧૮), પંચશતીપ્રબંધ (વિ.સં.૧૫૨૧), ભોજપ્રબંધ, પ્રભાવકકથા, શાલિવાહનચરિત્ર, પુણ્યધનનૃપકથા, પુણ્યસારકથા, શુકરાજકથા, જાવડકથા, ભક્તામરસ્તોત્રમાહાભ્ય, પંચવર્ગસંગ્રહનામમાલા, ઉણાદિનામમાલા અને અષ્ટકર્મવિપાક,
શુભશીલગણિ કથાત્મક રચનાઓ કરવામાં વિશેષ પ્રવીણ હતા.
પંચશતીપ્રબોધસંબંધ – કર્તાએ કૃતિના પ્રારંભમાં તેનું નામ આ પ્રમાણે સૂચિત કર્યું છે – “પ્રન્થો હાથે પશ્ચાતીખવધસંધનામા ચિત્તે મા તુ ' જિનરત્નકોશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org