________________
કથાસાહિત્ય
આખ્યાનકોમાં ૪૭મું પ્રાકૃત ગદ્યમાં છે, ૧૨૩મું પ્રાકૃત ઉપેન્દ્રવજામાં અને બાકીનાં ૧૧૫ પ્રાકૃત આર્યા છંદોમાં છે. ક્યાંક ક્યાંક બીજા છન્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ ઘણો ઓછો. આ વૃત્તિ ઉપરથી વૃત્તિકારની સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં પટુતા જાણવા મળે છે.
વૃત્તિકારે આ કથાઓનું કલેવર પ્રાયઃ પૂર્વવર્તી કૃતિઓમાંથી લીધું છે અને આ વાતનો નિર્દેશ તેમણે જ્યાંત્યાં કર્યો છે. ઉદાહરણાર્થ ૧૦મું અને ૬૫મું આ બન્ને આખ્યાનકો દેવેન્દ્રગણિ (નેમિચન્દ્રસૂરિ)કૃત મહાવીરચરિયમાંથી અક્ષરશઃ લેવામાં આવ્યાં છે. ૩૨મા બકુલાખ્યાનકની વિશેષ ઘટના જાણવા માટે વૃત્તિકા૨ે દેવેન્દ્રગણિ (નેમિચન્દ્રસૂરિ)કૃત રત્નચૂડકથાને જોવાનું સૂચન કર્યું છે. તેવી જ રીતે અન્ય ૧૯ આખ્યાનોમાં રામચરિત, હરવંશ, આવશ્યક, ઉત્તરાધ્યયન, નિશીથ વગેરે ગ્રન્થો જોવાનું સૂચન કર્યું છે. આ આખ્યાનકોમાં કેટલાંક તો પ્રચલિત જૈન પરંપરાની ઢબનાં છે, કેટલાંક કુક્કુટાખ્યાનક (૧૦૯) અજૈન પરંપરાની પૌરાણિક ઢબનાં છે અને કેટલાંક લૌકિક ઉદાહરણોને અનુસરી લખવામાં આવ્યાં છે. આ આખ્યાનકોની કથાવસ્તુને અન્યાન્ય સાહિત્યની સાથે તુલનાત્મક દૃષ્ટિએ જોવામાં આવે તો બહુ જ રોચક વાતો જાણવા મળે. આ કથાનકોમાં અનેક પ્રકારનાં સુભાષિતો, સૂક્તો અને લોકોક્તિઓ ભરી પડી છે. અનેક પ્રસિદ્ધ દેશ્ય અને પ્રાકૃત શબ્દો પણ વૃત્તિમાં મળે છે.
ર
કર્તા અને રચનાકાળ — આ કથાત્મક વૃત્તિના રચનાર આમ્રદેવસૂરિ છે, તે જિનચન્દ્રના શિષ્ય હતા. તેમણે વૃત્તિની રચના વિ.સં.૧૧૯૦ (સન્ ૧૧૩૩)માં અર્થાત્ મૂળ ગાથાઓની રચના થયા પછી બરાબર ૬૦ વર્ષ બાદ કરી હતી. કથામહોદધિ આ કૃતિને કર્પૂરકથામહોદધિ પણ કહેવામાં આવે છે. તેમાં નાનીમોટી બધી મળીને કુલ ૧૫૦ કથાઓ છે.” વજ્રસેનના શિષ્ય હરિષેણે રચેલા ઉપદેશાત્મક કાવ્ય ‘કર્પૂરપ્રકર’ યા સૂક્તાવલીનાં ૧૭૯ પદ્યોમાં વર્ણવાયેલ ૯૭ જૈન ધાર્મિક અને નૈતિક નિયમોની સંકેત રૂપમાં આપવામાં આવેલી દૃષ્ટાન્તકથાઓનું પૂર્ણ વિવરણ દેવા માટે આ કથામહોદધિની રચના થઈ છે, તેથી તેને કર્પૂરકથામહોદધિ પણ કહેવામાં આવે છે.
-
૧. ચન્દનાનું આખ્યાન
૨. પ્રસ્તાવના, પૃ. ૮-૯
૩. જિનરત્નકોશ, પૃ. ૬૮
૪. આ કથાઓની સૂચી પિટર્સન રિપોર્ટ ૩, પૃ. ૩૧૬-૧૯માં આપવામાં આવી છે. ૫. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૬
Jain Education International
૨૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org