________________
કથાસાહિત્ય
છે. સારો શ્રાવક બન્યા વિના કોઈ પણ સારો શ્રમણ નથી બની શકતો. જે અણુવ્રતોનું પાલન કરી શકે છે તે જ મહાવ્રતોનું પાલન કરી શકે છે. સુશ્રાવક હોવા માટે વ્યક્તિમાં સામાન્ય અને વિશેષ બંને ગુણ હોવા જોઈએ. સુશ્રાવકના સામાન્ય ગુણ ૩૩ છે જેમાં સમ્યગ્દષ્ટિ અને તેના આઠ અતિચાર, ધર્મમાં શ્રદ્ધા, દેવમંદિર અને મુનિસંઘની શ્રદ્ધાપૂર્વક સેવા કરવી અને કરુણા, દયા વગેરે માનવીય વૃત્તિઓનું પોષણ કરવું સમાવિષ્ટ છે. વિશેષ ગુણ ૧૭ છે જેમાં પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત, સંવરણ, આવશ્યક અને દીક્ષા સમાવિષ્ટ છે. આ ગુણોના મહત્ત્વને પ્રકાશિત કરનારી કથાઓ જ આ કથાકોશમાં આપવામાં આવી છે.
આ કથાકોશ અધિકાંશ પ્રાકૃત પદ્યોમાં જ રચાયો છે, ક્યાંક ક્યાંક કેટલાક અંશો ગદ્યમાં પણ છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને અપભ્રંશ પઘો પણ આવે છે. કથાઓ દ્વારા ધાર્મિક અને ઔપદેશિક શિક્ષા આપવી એ જ આ કથાકોશનું પ્રધાન પ્રયોજન છે. કૃતિનું પરિમાણ ૧૨,૩૦૦ શ્લોકપ્રમાણ છે.
આ કથાકોશની બધી કથાઓ રોચક છે. વન, ઉપવન, ઋતુ, રાત્રિ, યુદ્ધ, શ્મશાન, રાજપ્રાસાદ, નગર વગેરેનાં સરસ વર્ણનો દ્વારા કથાકારે કથાપ્રવાહને ગતિશીલ બનાવ્યો છે. આ કથાઓમાં સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી ઘણી સામગ્રી છે. નાગદત્તકથાનકમાં કુલદેવતાની આરાધના માટે ઉઠાવવામાં આવેલાં કષ્ટોથી તે કાળના રીતિરવાજો તથા નાયકનાં ચરિત્ર તથા વૃત્તિઓ ઉપર પ્રકાશ પડે છે. સુદત્તકથામાં ગૃહકલહનું વર્ણન કરતાં કથાકારે સાસુ, વહુ, નણંદ અને બાળકોના સ્વાભાવિક ચિત્રણમાં પૂરી કુશળતા દર્શાવી છે. સુજસ શેઠ અને તેના પુત્રોની કથામાં બાલમનોવિજ્ઞાનનાં અનેક તત્ત્વોનું ચિત્રણ છે. ધનપાલ અને બાલચન્દ્રની કથામાં વૃદ્ધા વેશ્યાનું ચરિત્રચિત્રણ સુંદર થયું છે.
કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા દેવભદ્રસૂરિ (ગુણચન્દ્રગણિ) છે. તેમનો પરિચય તેમની અન્ય કૃતિઓ - મહાવીરચરિય તથા પાસનાહરિયના પ્રસંગમાં આપી દીધો છે. તેની રચના તેમણે વિ.સં.૧૧૫૮માં ભરુકચ્છ (ભરૂચ) નગરના મુનિસુવ્રત ચૈત્યાલયમાં પૂરી કરી હતી. આ કૃતિના કર્તાએ પોતાની અન્ય કૃતિઓમાં પાસનાહરિય અને સંવેગરંગશાલા (કથાગ્રન્થ)નો ઉલ્લેખ કર્યો છે.
૨૪૧
---
Jain Education International
१. वसुबाणरुद्दसंखे ११९५८ वच्चंते विक्कमाओ कालम्मि ।
લિહિઓ પઢમમ્મિ ય પોથર્મીિ પ્લિઝમનવર્સેળ | પ્રશસ્તિ, ૯ ૨. આનો પરિચય જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૪માં આપવામાં આવ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org