________________
કથાસાહિત્ય
૨૩૯
આ કથાકોશપ્રકરણની રચના વિ.સં. ૧૧૦૮ મગશર વદ પાંચમ રવિવારે થઈ છે.
૧. કથાનકકોશ – આને કથાકોશ યા કથાકોશપ્રકરણ પણ કહેવામાં આવે છે. બૃહટ્ટિપ્પણિકા અનુસાર આ પ્રાકૃત કૃતિ છે અને તેમાં ૨૩૯ ગાથાઓ છે.' કર્તાએ પ્રારંભમાં એક ગાથામાં કહ્યું છે કે આ કોશમાં કેટલાક નવો અને દૃષ્ટાન્તકથાઓ કહેવામાં આવી છે જેમને સાંભળવાથી મુક્તિ સંભવે છે. ગાથાઓમાં કથાઓનો આકર્ષક નામોથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક એક જ દૃષ્ટાન્તની એકથી વધુ કથાઓ આપવામાં આવી છે. દાખલા તરીકે પૂજાની ભાવના માત્રથી સ્વર્ગસુખની પ્રાપ્તિ થાય છે, તેના માટે ચોથી ગાથામાં જિનદત્ત, સૂરસેના, શ્રીમાલી અને રોરનારીનાં નામો દષ્ટાન્ત તરીકે આપ્યાં છે. પ્રથમ ૧૭ ગાથાઓમાં બધી કથાઓ જિનપૂજા અને સાધુદાનથી સંબંધિત છે. ગાથાઓ ઉપર ગદ્યપદ્યમિશ્રિત એક સંસ્કૃત ટીકા છે પણ તેમાં દાત્તકથાઓ પ્રાકૃતમાં આપવામાં આવી છે. કથાકારે તેમાં આગમવાક્યો તથા સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનાં કેટલાંક પદ્યોને ઉદ્ધત કર્યા છે.
કર્તા અને રચનાકાળ – આ કથાકોશમાં કર્તાનું નામ આપ્યું નથી પરંતુ જિનવિજયજીના મતે વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિએ જ આ ગાથાઓ રચીને તેમની સાથે સંબદ્ધ કથાઓની રચના વર્તમાન રૂપમાં કરી છે. સંભવ છે કે તેમણે તેમાં પ્રાચીન સામગ્રી પણ જોડી દીધી હોય. બૃહથ્રિપણિકા અનુસાર તેનો સમય સં. ૧૧૦૮ છે. શ્રી દેસાઈ અનુસાર આ કૃતિ સં. ૧૦૮૨થી ૧૦૯૫ વચ્ચે રચાઈ છે. તેને આમ ૧૧મી સદીના ઉત્તરાર્થની રચના માની શકાય.
૨. કથાનકોશ – આ રચના ગદ્યપદ્યમયી છે. તેમાં ગદ્ય સંસ્કૃતમાં છે અને પદ્ય ક્યાંક સંસ્કૃતમાં અને ક્યાંક પ્રાકૃતમાં છે. આમાં શ્રાવકોનાં દાન, પૂજા, શીલ,
૧. જિનરત્નકોશ, પૃ. ૬૫ (II); ડૉ. આ. કે. ઉપાધ્ય, હરિષણના બૃહત્કથાકોશની ભૂમિકા,
પૃ. ૩૯ ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૦૮; વિન્ટરનિટ્સે પોતાના ગ્રંથ હિસ્ટ્રી ઑફ
ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૩માં આ કથાકોશનો સમય ઈ.સ.૧૦૯૨ આપ્યો
છે, ભૂલથી અહીં સંવના સ્થાને સન્ માની લીધો લાગે છે. ૩. ૫. જગદીશલાલ શાસ્ત્રી દ્વારા સંપાદિત, મોતીલાલ બનારસીદાસ દ્વારા ૧૯૪૨માં
પ્રકાશિત; જિનરત્નકોશ, પૃ. ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org