________________
૨૪૦
જૈન કાવ્યસાહિત્ય
કષાયદૂષણ, ધૂત વગેરે ઉપર ૨૭ કથાઓનો સંગ્રહ છે. પ્રારંભમાં ધનદની કથા છે અને અત્તે નલની. આ કથાઓ કોઈ વિષયક્રમ અનુસાર રજૂ કરવામાં નથી આવી. કેટલાક વિષયો આગળ-પાછળ બે બે વાર આવ્યા છે પરંતુ કથાઓની પુનરાવૃત્તિ નથી થઈ. પ્રત્યેક કથાના આદિમાં એક પદ્ય આપવામાં આવ્યું છે, તેમાં કથાનું પ્રયોજન સૂચવવામાં આવ્યું છે. તે શૈલીમાં પંચતંત્ર અને હિતોપદેશનું અનુકરણ કરે છે.
કર્તા અને રચનાકાળ – તેના કર્તાનું નામ આપવામાં નથી આવ્યું. બીજા કોઈ કથાકોશકારે પણ આ કથાકોશના કર્તાના નામનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ આ કથાકોશમાં કર્ક, અરિકેસરિત્ અને મમ્મણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ રાજાઓનો સમય કર્ણાટક રાજવંશાવલી અનુસાર ઈ.સ.૧૦મી-૧૧મી સદી છે. આ ઉલ્લેખો ઉપરથી ડૉ. સાલતોરે કલ્પના કરી છે કે આ કથાકોશની રચના ઈ.સ.ની ૧૧મી સદીના અન્તિમ ચતુર્થમાં થઈ હશે.'
આ કૃતિની હસ્તપ્રતો અંબાલા અને જીરા નામના સ્થળો ઉપર મળી છે. તેમાં “ચીઠી' વગેરે હિન્દી ભાષાના શબ્દો મળતા હોવાથી એવું અનુમાન કરવામાં આવે છે કે લહિયાઓએ તેમાં આવશ્યક ફેરફારો કર્યા છે. તેની હસ્તપ્રતો વિ.સં.૧૮૫૯ પહેલાંની મળતી નથી. તેનો અંગ્રેજી અનુવાદ સી.એચ.ટૉનીએ કર્યો છે. તેનું મૂલ્યાંકન કરતાં તેમણે લખ્યું છે કે આ કથાઓ ભારતીય લોકકથાઓના યથાર્થ અંશો છે જેમને કોઈ જૈનાચાર્યે પોતાના ધર્મના અનુયાયીઓના ગૌરવગાનનું રૂપ આપીને પોતાની રીતે ફરીથી સંપાદિત કર્યા છે.
કહારયણકોસ (કથા રત્નકોશ) – આ કથાકોશમાં ૫૦ કથાઓ છે, તે બે બૃહદ્ અધિકારોમાં વિભક્ત છે. પહેલા અધિકારનું નામ ધર્માધિકારી-સામાન્યગુણવર્ણન છે. તેમાં ૯ સમ્યક્તપટલની તથા ૨૪ સામાન્ય ગુણોની એમ કુલ ૩૩ કથાઓ છે. બીજા ધર્માધિકારી-વિશેષગુણ-વર્ણનાધિકારમાં બાર વ્રતો તથા વન્દન-પ્રતિક્રમણ વગેરે સાથે સંબંધ ધરાવતી ૧૭ કથાઓ છે. આ કથાઓનું પ્રયોજન એ દર્શાવવાનું છે કે સારો સાધુ અને સારો શ્રાવક તે જ છે જે પોતપોતાનાં વ્રતોમાં નિષ્ણાત
૧. જૈન એન્ટીક્વેરી, ભાગ ૪, સં. ૩, પૃ. ૭૭-૮૦ ૨. ઓરિએન્ટલ ટ્રાન્સલેશન ફંડ, ન્યૂ સિરિઝ, લંડન, ૧૮૯૫ ૩. આત્માનન્દ જૈન ગ્રંથમાળામાં મુનિ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત, સન્ ૧૯૪૪માં
પ્રકાશિત; ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૪૮-૪૪૫; જિનરત્નકોશ, પૃ. ૬૬
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org,