________________
૨૩૮
જૈન કાવ્યસાહિત્ય
કથામાં મુનિઅપમાનનિવારણનું સુફળ, એક કથામાં જિનવચનમાં અશ્રદ્ધાનું કુફળ, એક કથામાં ધર્મોત્સાહ પ્રદાન કરવાનું સુફળ, એક કથામાં ગુરવિરોધનું ફળ, એક કથામાં શાસનોન્નતિ કરવાનું ફળ તથા અંતિમ કથામાં ધર્મોત્સાહ પ્રદાન કરવાનું ફળ વર્ણવાયું છે.
જો કે આ કથાકોશની કથાઓ પ્રાકૃત ગદ્યમાં લખાઈ છે તો પણ પ્રસંગે પ્રસંગે પ્રાકૃત પદ્યોની સાથે સંસ્કૃત અને અપભ્રંશ પદ્યો પણ મળે છે. ભાષાની દૃષ્ટિએ કથાઓ સરળ અને સુગમ છે. તેમાં વ્યર્થ શબ્દાડંબર અને દીર્ઘસમાસોનો અભાવ છે. કથાઓમાં જ્યાં ત્યાં ચમત્કાર અને કૌતૂહલનાં તત્ત્વો વિખરાયેલાં પડ્યાં છે. ધાર્મિક કથાઓમાં શૃંગાર અને નીતિનું સંમિશ્રણ પ્રચુરપણે થયું છે, પરિણામે મનોરંજકતા વિપુલ માત્રામાં આવી ગઈ છે. આ કથાઓમાં તત્કાલીન સમાજ, આચારવિચાર, રાજનીતિ વગેરેની સરસ સામગ્રી વિદ્યમાન છે.'
કર્તા અને રચનાકાળ – આ કૃતિના આદિ અને અંત ઉપરથી જાણવા મળે છે કે તેના કર્તા જિનેશ્વરસૂરિ છે. તેમનું શ્વેતામ્બર સંપ્રદાયમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે શિથિલાચારગ્રસ્ત ચૈત્યવાસી યતિવર્ગ વિરુદ્ધ આંદોલન ચલાવી સુવિહિત યા શાસ્ત્રવિહિત માર્ગની સ્થાપના કરી હતી અને શ્વેતાંબર સંઘમાં નૂતન સ્કૂર્તિ અને નૂતન ચેતના ઉત્પન્ન કરી હતી. તેમના ગુરુનું નામ વર્ધમાનસૂરિ હતું અને ભાઈનું નામ બુદ્ધિસાગરસૂરિ હતું. તે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા હતા પરંતુ - ધારાનગરીના શેઠ લક્ષ્મીપતિની પ્રેરણાથી વર્ધમાનસૂરિના શિષ્ય બન્યા હતા.
તેમની વિશાળ અને ગૌરવશાળી શિષ્ય પરંપરા હતી, તે પરંપરાને કારણે શ્વેતાંબર સમાજમાં નૂતન યુગનો ઉદય થયો. તેમની શિષ્ય પરંપરામાં નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિ, સંવેગરંગશાલાના સર્જક જિનચન્દ્રસૂરિ, સુરસુન્દરીકથાના કર્તા ધનેશ્વરસૂરિ, જયન્તવિજયકાવ્યના રચયિતા અભયદેવ (દ્વિતીય), પાસનાહચરિય અને મહાવીરચરિયના પ્રણેતા ગુણચન્દ્રસૂરિ અપરનામ દેવભદ્રસૂરિ વગેરે અનેક વિદ્વાન, શાસ્ત્રકાર, સાહિત્ય ઉપાસક થઈ ગયા છે.
તેમના શિષ્યપ્રશિષ્યોએ તેમને યુગપ્રધાન બિરુદથી સંબોધ્યા છે.
પ્રસ્તુત કથાકોશપ્રકરણ ઉપરાંત તેમણે રચેલી બીજી ચાર કૃતિઓ છે : પ્રમાલક્ષ્મ, નિર્વાણલીલાવતીકથા, ષટ્રસ્થાનકપ્રકરણ, પંચલિંગીપ્રકરણ. તે ચારમાંથી નિર્વાણલીલાવતીકથા (પ્રાકૃત) આજ સુધી અનુપલબ્ધ છે.
૧. ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૨૧-૪૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org