________________
કથાસાહિત્ય
૨૩૭
કૃતિઓ છે : પ્રમેયકમલમાર્તડ, ન્યાયકુમુદચન્દ્ર, તત્ત્વાર્થવૃત્તિપદવિવરણ, શાકટાયનન્યાસ, શબ્દામ્ભોજભાસ્કર, પ્રવચનસારસરોજભાસ્કર, મહાપુરાણટિપ્પણ, રત્નકરંડટીકા, સમાધિતત્રટીકા, વગેરે.
૨. કથાકોશ – આ રચના સંસ્કૃત શ્લોકબદ્ધ છે. એક રીતે પ્રભાચન્દ્રકૃત ગદ્યાત્મક કથાકોશનું જ પદ્યાત્મક અને વિસ્તૃત રૂપાન્તર છે. તો પણ તેમાં પ્રભાચન્દ્રના કથાકોશની ૧૭ કથાઓ નથી અને નવી નવ કથાઓ ઉમેરવામાં આવી છે. પ્રભાચન્દ્રકૃત રત્નકરંડટીકામાં આપવામાં આવેલી કેટલીય કથાઓ સાથે આ કથાકોશની કથાઓ મળતી આવે છે. આમાં ૧૦૦થી વધારે કથાઓ છે.
તેના કર્તા બ્રહ્મ. નેમિદત્ત છે. તેમનો સમય ૧૬મી સદીનો પ્રારંભ છે. તેમણે પોતાના ગુરુભાઈ મલ્લિષણ ભટ્ટારકના અનુરોધથી આ કથાકોશની રચના કરી હતી.
કેટલાક કથાકોશો વિભિન્ન નામે મળે છે.
કથાકોશપ્રકરણ – આ કૃતિ મૂળ અને વૃત્તિ બન્ને રૂપમાં છે. મૂળમાં કેવળ ૩૦ ગાથાઓ છે અને આ ગાથાઓમાં જે કથાઓનો ઉલ્લેખ છે તે જ કથાઓ પ્રાકૃત વૃત્તિના રૂપમાં ગદ્યમાં વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં મુખ્ય કથાઓ ૩૬ અને ૪-૫ અવાન્તર કથાઓ છે. તેમાં ઘણી કથાઓ પ્રાયઃ પ્રાચીન જૈન કૃતિઓમાંથી લેવામાં આવી છે પરંતુ અહીં કથાકારે તેમને નવીન શૈલીમાં અને નવીન રૂપમાં રજૂ કરી છે. તેમાં કેટલીક કથાઓ કલ્પિત પણ છે, તેમનો નિર્દેશ કવિએ પોતે જ કર્યો છે.
આ કૃતિની રચના સામાન્ય શ્રોતાઓને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. તેની પ્રારંભની ૭ કથાઓમાં જિનપૂજાનું ફળ, ૮મીમાં જિનસ્તુતિનું ફળ, ૯મીમાં સાધુસેવાનું ફળ, ૧૦-૨પમાં (આ ૧૬ કથાઓમાં) દાનનું ફળ, તેનાથી આગળ ત્રણ કથાઓમાં જૈનશાસનપ્રભાવનાનું ફળ, ૨ કથાઓમાં મુનિનિંદાનું કુફળ, એક
૧. જિનરત્નકોશ, પૃ. ૩૨; બૃહત્કથાકોશ, પ્રસ્તાવના, પૃ. ૬૨-૬૩; તેનો હિન્દી અનુવાદ
ત્રણ ભાગોમાં જૈનમિત્ર કાર્યાલય, હીરાબાગ, મુંબઈથી વીર સં. ૨૪૪૦માં પ્રકાશિત
થયો છે. ૨. સિંધી જૈન ગ્રન્થમાલા, સં. ૨૫; જિનરત્નકોશ, પૃ. ૬૪ 3. जिणसमयपसिद्धाइं पायं चरियाई हंदि एयाई।
વયા જુદદ્દા જ પરિવથિયારું f / ગાથા ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org