________________
૨૪૨
આખ્યાનકમણિકોશ (અક્ખાણયમણિકોસ) ૧૨૭ ઉપદેશપ્રદ કથાઓ (આખ્યાનકો)નો આ બૃહત્ સંગ્રહ છે. મૂળ કૃતિમાં ૫૨ પ્રકૃત ગાથાઓ છે. પહેલીમાં મંગલાચરણ છે. બીજીમાં પ્રતિજ્ઞાત વસ્તુનો નિર્દેશ છે અને બાકીની પચાસ ગાથાઓને ૪૧ અધિકારોમાં વિભક્ત કરવામાં આવી છે. આ ગાથાઓમાં તે તે અધિકારોમાં પ્રતિપાદ્ય વિષય સંબંધી દૃષ્ટાન્તકથાઓનાં પાત્રોનાં નામોનો નિર્દેશ માત્ર કરવામાં આવ્યો છે. આ કથાઓ પૂર્વાચાર્યોના ગ્રન્થો અને શ્રુતપરંપરાથી પ્રસિદ્ધ હતી. કર્તાએ તો કેવળ તે બધીને વિવિધ વિષયો સાથે જોડી તેમનું વિષયની દૃષ્ટિએ વર્ગીકરણ કર્યું છે અને સ્મૃતિપથમાં લઘુ રીતે લાવવા માટે લઘુ કૃતિના રૂપમાં આ સર્જન કર્યું છે. આ ગાથાઓમાં આમ તો ૧૪૬ આખ્યાનકોનો નિર્દેશ કર્તાએ કર્યો છે પરંતુ કેટલાંયની પુનરાવૃત્તિ પણ કરવામાં આવી છે, એટલે વાસ્તવિક સંખ્યા ૧૨૭ જ થાય છે.
૧. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસી, ૧૯૬૨
२. अक्खायणमणिकोसं एवं जो पढइ कुणइ जहयोगं ।
કર્તા અને રચનાકાળ આ કથાત્મક ગાથાઓના રચનાર બૃહદ્ગચ્છીય દેવેન્દ્રગણિ (નેમિચન્દ્રસૂરિ) છે. તેમનો પરિચય અન્યતમ કૃતિ મહાવીરચરિયના પ્રસંગમાં આપી દીધો છે. પ્રસ્તુત કથાકોશની રચના વિ.સં.૧૧૨૯માં થઈ છે. આખ્યાનકમણિકોશવૃત્તિ – ઉક્ત કર્તાની જીવનસમાપ્તિ પછી કેટલાક દસકાઓ બાદ આ કૃતિ ઉપર એક બૃહવૃત્તિ રચવામાં આવી. મૂળ ગાથાઓ પર વૃત્તિ સંસ્કૃતમાં છે પરંતુ ૧૨૭ આખ્યાનકોમાંથી ૧૪, ૧૭, ૨૩, ૩૯, ૪૨, ૬૪, ૧૦૯, ૧૨૧, ૧૨૨ અને ૧૨૪ એ તો સંસ્કૃતમાં છે, ૨૨મું અને ૪૩મું અપભ્રંશમાં અને બાકીનાં આખ્યાનક પ્રાકૃતમાં છે. ૭૩મા ભાવભટ્ટિકા૪ અન્તર્ગત 'અંતિમ ચારુદત્તરિઉ અપભ્રંશમાં છે. સંસ્કૃતમાં લખાયેલાં આખ્યાનકોમાં ૧૭મું અને ૧૨૪મું` ગદ્યમાં છે અને ૧૪મું ચમ્પૂશૈલીમાં છે તથા પ્રાકૃતમાં લખાયેલાં
-
૫. ચંડચૂડાખ્યાન
૬. સીતાઆખ્યાનક
જૈન કાવ્યસાહિત્ય
देविंदसाहुमहियं अइरा सो लहइ अपवग्गं ॥
૩. ભરતાખ્યાનક અને સોમપ્રભાખ્યાનક
૪. અદ્ભુત કથાની દૃષ્ટિએ આ અત્યન્ત મહત્ત્વનું છે. તેના અમુક ભાગની તુલના ‘અરેબિયન નાઈટ્સ' સાથે કરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org