________________
કથાસાહિત્ય
ઈતિહાસની અપેક્ષાએ આરાધના-સમાધિમરણનું મહત્ત્વ દર્શાવવાનું અધિક છે. તેમાં ૧૩૧મી કથા - ભદ્રબાહુ - માં બે વાતો એવી કહેવામાં આવી છે જે અન્ય કથાગ્રન્થો અને શિલાલેખોથી વિપરીત છે. આ કથા અનુસાર ભદ્રબાહુનું સમાધિમરણ ઉજ્જયિની નજીક આવેલા ભાદ્રપદ દેશ (સ્થાન)માં થયું હતું અને બાર વર્ષના દુકાળના સમયે જૈનસંઘને દક્ષિણ દેશમાં લઈ જનારા તેમના શિષ્ય ચન્દ્રગુપ્ત અપરનામ વિશાખાચાર્ય હતા. અન્ય કથાઓ અને લેખો અનુસાર ભદ્રબાહુ પોતે જ દક્ષિણ સંઘ સાથે ગયા હતા અને તેમનું સમાધિમરણ શ્રવણબેલ્ગોલના ચન્દ્રગિરિ પર્વત ઉપર થયું હતું. ચન્દ્રગુપ્ત તેમની સાથે ગયા હતા અને તેમનું નામ પ્રભાચન્દ્ર હતું. આમાં અન્ય દિગંબર કથાકાશોની જેમ સમન્તભદ્ર, અકલંક અને પાત્રકેસરીની કથાઓ આપવામાં આવી નથી.
આ કથાકોશની પ્રશસ્તિમાં આઠમા શ્લોકમાં તેને ‘આરાધનોદ્ભુત' કહેવામાં આવેલ છે. તેથી જણાય છે કે આરાધના નામની કોઈ કૃતિમાં જે ઉદાહરણરૂપ કથાઓ હતી તેમને અહીં ઉદ્ધૃત કરવામાં આવી છે. આ હકીકતના સૂચનરૂપે જ્યાંત્યાં શિવાર્યની ભગવતીઆરાધનાનું નામ આપવામાં આવ્યું છે. આ કૃતિના વિદ્વાન સંપાદક ડૉ. આદિનાથ ને. ઉપાધ્યેનો મત છે કે પ્રસ્તુત કૃતિના કેટલાક અંશો સંભવતઃ કોઈ પ્રાકૃત કૃતિમાંથી સંસ્કૃતમાં અનૂદિત થયા છે કારણ કે તેમાં ઘણાં પ્રાકૃત નામો જેમના તેમ રહી ગયાં છે, જેમકે મેદજ્જ (મેતાર્ય), ભારહેવાસે (ભારતવર્ષે), વાણારસી (વારાણસી), વિજ્જુદાઢ (વિદ્યુíષ્ટ્ર) વગેરે. પંયા, વિકુવ્વણા વગેરે કેટલાય શબ્દો સંસ્કૃત રચનાઓમાં દુર્લભ છે, પરંતુ પ્રાકૃત રચનાઓમાં સુલભ છે. આ બધું જોતાં ‘આરાધનોદ્ભુત'નો અર્થ આરાધના નામની પ્રાકૃત કૃતિમાંથી જ ઉદ્ધૃત કરવામાં આવેલ કે લેવામાં આવેલ એવો હોવો જોઈએ.
કર્તા અને રચનાકાલ કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કૃતિના કર્તા આચાર્ય હરિષેણ છે. પ્રશસ્તિમાં તેમની પરંપરા આપવામાં આવી છે. તે મુજબ પુન્નાટ સંઘમાં મૌનિભટ્ટારક, તેમના શિષ્ય હરિષણ (પ્રથમ), તેમના શિષ્ય ભરતસેન (જે અનેક શાસ્ત્રોના જ્ઞાતા તથા કોઈ કાવ્યના કર્તા હતા) અને તેમના શિષ્ય પ્રસ્તુત હરિષેણ (આ કૃતિના કર્તા) હતા. આ કૃતિની રચના કાઠિયાવાડના વઢવાણ (વર્ધમાનપુર) નામના શહેરમાં વિ.સં. ૯૫૫માં થઈ હતી.
આ વઢવાણમાં શક સં. ૭૦૫ (વિ.સં.૮૩૦)માં પુન્નાટ સંઘના એક આચાર્ય જિનસેને હરિવંશપુરાણની રચના કરી હતી. સંભવતઃ હરિષેણ પણ તેમની પરંપરાના હોય; જો આપણને જિનસેન અને હરિષણના પરદાદાગુરુ મૌનિભટ્ટારક વચ્ચેની બેત્રણ પેઢીઓની જાણ થઈ જાય તો તેની સ્થાપના નિશ્ચિતપણે થઈ શકે.
Jain Education International
૨૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org