SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૨૪૯ ૪. કથાકોશ – અહીં કેટલાક અજ્ઞાત લેખકોના સંસ્કૃત-પ્રાકૃત કથાકોશોનો પરિચય આપીએ છીએ. આમાંથી અધિકાંશની હસ્તપ્રતો પૂનાના ભાંડારકર પ્રાચ્ય મંદિરના સરકારી સંગ્રહવિભાગમાં ઉપલબ્ધ છે.' ૧. સંખ્યા ૪૭૮ (સન્ ૧૮૮૪-૮૬) – આના પહેલાં ત્રણ પત્રોમાં હરિષણનો કથાકોશ છે. તે પછી પ૩ વ્રતકથાઓ છે, તેમાં સુગન્ધદશમી, ષોડશકારણ અને રત્નાવલી સંસ્કૃતમાં છે અને બાકીની અપભ્રંશમાં છે. ૨. સંખ્યા ૫૮૨ (સન્ ૧૮૮૪-૮૬) – આમાં સંસ્કૃત શ્લોકો પછી જ દષ્ટાન્તકથાઓ આપવામાં આવી છે. તેમાં જિનપ્રભસૂરિ, જગસિંહ, સાતવાહન, જગડૂશાહ વગેરેના કેટલાક પ્રબંધો પણ છે. ૩. સંખ્યા ૫૮૩ (સન્ ૧૮૮૪-૮૬) – આ બન્ને બાજુથી તૂટેલ છે. તે સંસ્કૃત પદ્યમાં છે. તેમાં સંસ્કૃત-પ્રાકૃત બન્ને પ્રકારનાં ઉદ્ધરણો છે. સંભવતઃ તેમાં સમ્યક્તકૌમુદીની જ કથાઓ છે. ૪. સંખ્યા ૧૨૬૬ (સન્ ૧૮૮૪-૮૭) – આ ચન્દ્રપ્રભની સ્તુતિથી શરૂ થાય છે અને તેમાં સંસ્કૃતમાં આરામતનય, હરિષેણ, શ્રીષેણ, જીમૂતવાહન આદિની કથાઓ આપવામાં આવી છે. તે અપૂર્ણ છે. કેવળ ૪૭ પૃષ્ઠ ઉપલબ્ધ છે. ૫. સંખ્યા ૧૨૬૭ (સનું ૧૮૮૪-૮૭) – આમાં તે કથાઓ છે જે સામાન્યતઃ સમ્યક્તકૌમુદીકથા નામે જાણીતી છે. પ્રારંભનું ગદ્ય કંઈક બીજી રીતનું છે અને તે આ પ્રમાણે છે – જોવેશે પત્નપુરના માર્યમુર્તિસૂરીશ્વર: | ત્રિઉ3મરતfધપસંપ્રતિરોડ ધવેશનાં રજૂર્વ પો પો ભવ્યા: ! આમાં સાવ અત્તે પાત્રદાનના દષ્ટાન્તરૂપે ધનપતિની કથા આપવામાં આવી છે. જો કે આ સંસ્કૃત કૃતિ છે પરંતુ તેમાં જ્યાંત્યાં પ્રાકૃત ગાથાઓ આપવામાં આવી છે. ૬. સંખ્યા ૧૨૬૮ (સન્ ૧૮૮૪-૮૭) – આમાં પ્રાકૃત કથાઓ આપવામાં આવી છે, જેમકે ગંધપૂજા ઉપર શુભમતિની, ધૂપપૂજા ઉપર વિનયંધરની તથા અન્ય દષ્ટાન્તકથાઓ. આની પ્રશસ્તિ અને કેટલોક અંશ સંસ્કૃતમાં છે. આની રચના હર્ષસિંહગણિએ સારંગપુરમાં કરી હતી. ૧. આ બધાનો પરિચય બૃહત્કથાકોશમાં ડૉ. ઉપાધ્ય દ્વારા લિખિત પ્રસ્તાવનાના આધારે આપવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy