________________
૨૫૦
જૈન કાવ્યસાહિત્ય
૭. સંખ્યા ૧૨૬૯ (૧૮૮૪-૮૭) – આ પ્રતિ તૂટેલી છે તથા લિપિ ગરબડી છે. તેમાં ભાવના વિશે અમરચન્દ્રની કથા, પારમાર્થિક મૈત્રી વિશે વિક્રમાદિત્ય વગેરેની કથાઓ છે. પત્ર ૧૯માં વેતાલપંચવિંશતિકાની કથા ઉદ્ધત છે અને અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતીમાં નાની નાની કેટલીક કથાઓ આપવામાં આવી છે. આ કથાકોશની સમાપ્તિ એક પ્રાણિકથાથી થાય છે, તે સંભવતઃ પંચતંત્રની
૮. સંખ્યા ૧૩૨૨ (૧૮૯૧-૯૫) – આમાં મદનરેખા, સનકુમાર વગેરેની કથાઓ સંસ્કૃતમાં આપવામાં આવી છે અને વચ્ચે વચ્ચે પ્રાકૃત તથા અપભ્રંશનાં પદ્યો પણ આપવામાં આવ્યાં છે.
૯. સંખ્યા ૧૩૨૩ (૧૮૯૧-૯૫) – આ સંસ્કૃત ગદ્યમાં છે પરંતુ વચ્ચે વચ્ચે સંસ્કૃત-પ્રાકૃત પદ્યો રજૂ કરવામાં આવ્યાં છે. તેમાં દેવપૂજા વિશે દેવપાલની, માન સંબંધમાં બાહુબલિની, માયા સંબંધમાં અશોકદત્તની, વન્દનપૂજા સંબંધમાં મદનાવલીની એમ અનેક વિષયક કથાઓ આપવામાં આવી છે. કોઈ કોઈ કથા પ્રાકૃત ગાથાથી જ શરૂ થાય છે.
૧૦. સંખ્યા ૧૩૨૪ (૧૮૯૧-૯૫) – આ તૂટેલો અપૂર્ણ ગ્રન્થ છે. તેમાં પ્રસન્નચંદ્ર, સુલસા, ચિલાતિપુત્ર વગેરેની કથાઓ સંસ્કૃત ગદ્યમાં છે. ક્યાંક ક્યાંક શ્લોક પણ છે.
કેટલાક બીજા કથાકોશો નીચે મુજબ છે :
કથાસમાસ – ઔપદેશિક પ્રકરણગ્રન્થ “ઉપદેશમાલા'માં ઉલ્લિખિત દૃષ્ટાન્તો ઉપર સ્વતન્ત્ર કથાગ્રન્થો લખવાની વિશેષ પ્રવૃત્તિ જૈનાચાર્યોમાં દેખાઈ છે. ઉપદેશમાલા ઉપર લગભગ વીસેક ટીકાઓ રચાઈ છે. તેમાં અનેક કથાત્મક છે. પ્રસ્તુત રચના “ઉપદેશમાલા-કથાસમાસ' નામથી પણ ઓળખાય છે અને સંક્ષેપમાં કથાસમાસ' નામથી પણ. આમાં બધી કથાઓ પ્રાકૃતમાં આપવામાં આવી છે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા જિનભદ્ર મુનિ છે, તે શાલિભદ્રના શિષ્ય હતા. તેમણે આ કૃતિ સંવત્ ૧૨૦૪માં રચી હતી.'
કથાર્ણવ – આ સંસ્કૃત અનુષ્ટ્રમ્ છંદમાં નિર્મિત કથાઓનો સંગ્રહરૂપ ટીકાગ્રન્થ છે. તેમાં ઋષિમંડલસ્તોત્રની વ્યાખ્યા કરતાં નમસ્કારના રૂપમાં ઉલ્લિખિત અને વર્ણિત શલાકાપુરષો, તેમના સમકાલીન ધર્માત્માઓ, પ્રત્યેકબુદ્ધો, જિનપાલિત આદિ કાલ્પનિક વીરો, મેતાર્ય જેવા તપસ્વીઓ અને મહાવીરના ઉત્તરકાલીન આચાર્યોનાં કથારૂપ જીવનચરિત્રો આપવામાં આવ્યાં છે. તેમાંની અધિકાંશ કથાઓ ૧. જિનરત્નકોશ, પૃ. ૫૧; પાટણ હસ્તપ્રતસૂચી, ભાગ ૧, પૃ. ૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org