________________
પૌરાણિક મહાકાવ્ય
આર્દ્રકકુમારચરિત – ઋષિભાષિતસૂત્રમાં આર્દ્રકને ૨૮મા પ્રત્યેકબુદ્ધ માન્યા છે. તેમણે કામવાસનાની નિંદા કરી હતી. સૂત્રકૃતાંગ અનુસાર આર્દ્રક એક અનાર્ય દેશના રાજકુમાર હતા', શ્રેણિકપુત્ર અભયકુમાર સાથે તેમને મૈત્રી હતી. આર્દ્રકકુમારે અભયકુમા૨ને ભેટો મોકલાવી હતી. અભયકુમારે પણ તેમને ધર્મોપકરણો ભેટ મોકલ્યાં હતાં, તેમને મેળવીને આર્દ્રકકુમાર પ્રતિબુદ્ધ થયા. જાતિસ્મરણજ્ઞાન થવાથી આર્દ્રકકુમારે દીક્ષા લઈ લીધી અને ત્યાંથી ભગવાન મહાવીર ભણી વિહાર કર્યો.
આર્દ્રકકુમારચરિત્ર ઉપર અજ્ઞાતકર્તૃક કેટલીય રચનાઓ મળે છે. તેમાં એકમાં ૧૫૯ પ્રાકૃત પો છે, અને બીજી એકમાં ૧૭૦ પ્રાકૃત પદ્યો છે.
તેમની પત્ની શ્રીમતી ઉપર પણ શ્રીમતીકથા' નામની અજ્ઞાતકર્તૃક રચના મળી છે.
કેવલિચરિત
પ્રત્યેકબુદ્ધોનાં ચરિતોની જેમ જ વિભિન્ન કાળે થયેલા કેટલાક કેવલીઓનાં (કેવળજ્ઞાનીઓનાં) ચિરતોને પણ રોચકતાને કારણે જૈન કવિઓએ પોતાનાં કાવ્યોના વિષય બનાવ્યા છે. તેમાંથી કામદેવના ચરિતોના પ્રસંગમાં અમે વિજયચન્દ્રકેવલિચરિત્ર (પ્રાકૃત), સિદ્ધર્ષિકૃત શ્રીચન્દ્રકેવલિચરિત્ર, ભુવનભાનુકેલિ(બલિનરેન્દ્ર)ચરિત્ર, તથા જમ્મૂકેવલિચરિત વગેરે કેટલીક કૃતિઓનો પરિચય આપી દીધો છે. તે ઉપરાંત કેલિચરિત્ર ઉપર બીજી રચનાઓ પણ મળે છે. જયાનન્તકેવલિચરિત – આનો ગ્રન્થાગ્ર ૬૭૫ શ્લોકપ્રમાણ છે. તેની રચના તપાગચ્છના પ્રભાવક આચાર્ય સોમસુન્દરના શિષ્ય મુનિસુન્દરે (વિ.સં. ૧૪૭૮૧૫૦૩) કરી છે.
―
૧૭૭
૧. ડૉ. જ્યોતિપ્રસાદ જૈને આર્દ્રકકુમારને ઈરાનના સમ્રાટ કુરુષ (ઈ.પૂ. ૫૫૮-૫૩૦)ના પુત્ર ગણ્યા છે. ભારતીય ઈતિહાસ : એક દૃષ્ટિ, પૃ. ૬૭-૬૮
૨. જિનરત્નકોશ, પૃ. ૩૪; પાટણ સૂચી, ભાગ ૧, પૃ. ૧૫૩ અને ૪૦૫ ૩. એજન, પૃ. ૩૯૮
૪. જિનરત્નકોશ, પૃ. ૧૩૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org