________________
પૌરાણિક મહાકાવ્ય
૨૦૧
મૃગાવતીચરિત – કૌશામ્બીનો મહાવીરકાલીન રાજવંશ જૈનેતર અને જૈન સાહિત્યમાં કવિઓને વિવિધ પ્રકારના કથાનકોના ચયન માટે આકર્ષક રહ્યો છે. મહાવીરના સમયમાં કૌશામ્બીના રાજા શતાનીકનો પરિવાર પ્રબુદ્ધ પરિવાર હતો. તેની રાણી મૃગાવતી અને બેન જયન્તી તથા પુત્ર ઉદયનને જૈન કવિઓએ પોતાનાં ચરિતકાવ્યો અને કથાકાવ્યોના વિષય બનાવ્યાં છે. મૃગાવતી ઉપર હીરવિજયસૂરિકૃત મૃગાવતીઆખ્યાન ગ્રન્થાઝ ૮૦૦ શ્લોકપ્રમાણ મળે છે. અન્ય કૃતિઓમાં મૃગાવતીકુલક (પ્રાકૃત) તથા અજ્ઞાતકર્તૃક મૃગાવતીકથાનો ઉલ્લેખ મળે છે. માલધારી દેવપ્રભસૂરિકૃત મૃગાવતીચરિત્ર પાંચ સર્ગોનું એક લઘુકાવ્ય છે, તે અનુષુપ છંદમાં રચાયું છે. સર્વાન્ત છન્દ બદલાય છે. તેમાં કુલ મળીને ૧૮૪૮ શ્લોકો છે. આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉજ્જયિનીના રાજા પ્રદ્યોત મૃગાવતીને તેના અતિશય સૌન્દર્યના કારણે મેળવવા ઈચ્છતા હતા અને એટલે તેણે કૌશામ્બીને ઘેરો નાંખ્યો. મૃગાવતીએ પોતાના બુદ્ધિકૌશલથી તેને સફળ ન થવા દીધો. અત્તે મૃગાવતીએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. મહાવીરે પ્રદ્યોતને પરસ્ત્રીવર્જનનો ઉપદેશ આપ્યો. દેવપ્રભસૂરિની અન્ય રચનાઓમાં પાંડવપુરાણ, સુદર્શનાચરિત તથા કાકુકેલિકાવ્ય મળે છે. મૃગાવતીચરિત્રમાં મૃગાવતીના સતીત્વ અને બુદ્ધિકૌશલનું તથા તેની જૈન દીક્ષાનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે.
જયન્તીચરિત– આ કૃતિને સિદ્ધજયન્તીચરિત્ર, જયન્તી પ્રશ્નોત્તરસંગ્રહ કે કેવળ પ્રશ્નોત્તરસંગ્રહ પણ કહેવામાં આવે છે. આ કૃતિ પ્રાકૃતમાં રચાઈ છે. તેમાં મૂળ ૨૮ ગાથાઓ છે. તેનો આધાર ભગવતીસૂત્રના ૧૨મા શતકનો દ્વિતીય ઉદેશક છે. તેની રચના પૂર્ણિમાગચ્છના માનતુંગસૂરિએ કરી છે. તેના ઉપર તેમના શિષ્ય મલયપ્રભસૂરિએ એક વિશાળ વૃત્તિ લખી છે. વૃત્તિનો ગ્રન્થાગ્ર ૬૬૦૦ શ્લોકપ્રમાણ છે. આ વૃત્તિમાં પ્રાકૃત ભાષામાં જ લગભગ ૫૬ કથાઓ આપવામાં આવી છે અને આ રીતે તે એક સારો કથાકોશ બની ગઈ છે. તેમાં કૌશામ્બીની રાજકુમારી તથા મૃગાવતીની નણંદ તેમ જ ઉદયનની ફોઈની પણ કથા છે, તે ભગવાન મહાવીરના શાસનકાળમાં નિરૈન્ય સાધુઓને વસતિ દેવાને કારણે પ્રથમ શય્યાતરી
૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૩ ૨. હીરાલાલ હંસરાજ, જામનગર, સં. ૧૯૬૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૩૩, ૨૭૭ ૪. પંન્યાસ મણિવિજય ગ્રન્થમાલા, લીંચ (મહેસાણા), વિ.સં. ૨૦૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org