________________
પુરાણસાહિત્યની જેમ જ જૈનોનું કથાસાહિત્ય પણ ખૂબ સમૃદ્ધ છે. વેદો અને પાલિ ત્રિપિટકોની જેમ જૈનોના અર્ધમાગધી આગમ ગ્રન્થોમાં પણ નાનીમોટી બધા પ્રકારની કથા-વારતાઓ મળે છે. તેમાં દૃષ્ટાન્ત, રૂપક, સંવાદ અને લોકકથાઓ દ્વારા સંયમ, તપ અને ત્યાગનું વિવેચન કરવામાં આવ્યું છે. જૈનાગમો ઉપર લખાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાગ્રન્થોમાં તો અપેક્ષાકૃત વિકસિત કથાસાહિત્યનું દર્શન થાય છે. તેમાં ઐતિહાસિક, અર્ધેતિહાસિક, ધાર્મિક અને લૌકિક વગેરે કેટલીય જાતની કથાઓ સંગૃહીત છે. વળી, જૈનોએ કથાઓના જ પૃથક્ ગ્રન્થોની રચના પણ મોટી સંખ્યામાં કરી છે.
પ્રકરણ ૩
કથાસાહિત્ય
કથાના ભેદોનું નિરૂપણ કરતાં આગમોમાં અકથા, વિકથા, કથા એ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. તેમાં કથા ઉપાદેય છે, શેષ ત્યાજ્ય છે. ઉપાદેય કથાનાં વિભિન્ન રૂપોનું વર્ગીકરણ વિષય, શૈલી, પાત્ર અને ભાષાના આધારે કરવામાં આવ્યું છે. વિષયની દૃષ્ટએ કથાના ચાર પ્રકાર છે - અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા. ધર્મકથાના ચાર ભેદ કરવામાં આવ્યા છે – આક્ષેપિણી, વિક્ષેપિણી, સંવેદની અને નિર્વેદની. જૈનાચાર્યોએ અધિકતર આ ચારેને ઉપાદેય માની છે. મિશ્રકથામાં મનોરંજક અને કૌતુવર્ધક બધી જ જાતનાં કથાનકો હોય છે. જૈન કથાકારોએ આ પ્રકારને પણ પ્રશંસનીય ગણ્યો છે. પાત્રોના આધારે દિવ્ય, માનુષ અને મિશ્ર કથાઓ કહેવાય છે. ભાષાની દૃષ્ટિએ સંસ્કૃત, પ્રાકૃત અને મિશ્ર રૂપમાં કથાઓ લખાઈ છે અને આ ત્રણે પ્રકારોને ખૂબ અપનાવવામાં આવેલ છે. આ જ રીતે શૈલીની દૃષ્ટિએ સકલકથા, ખંડકથા, ઉલ્લાવકથા, પરિહાસકથા અને સંકીર્ણકથા એમ પાંચ પ્રકારની કથા માનવામાં આવી છે. અહીં આ બધીનું વિસ્તારથી વિવેચન સંભવ નથી પરંતુ આ બધા પ્રકારોમાં મિશ્ર યા સંકીર્ણ નામના પ્રકારમાં અનેક તત્ત્વોનું મિશ્રણ હોવાથી તેમાં જનમાનસનું અનુરંજન કરવાની ક્ષમતા અધિક હોય છે. તે ગદ્યપદ્યમિશ્રિત તથા પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર રૂપમાં પણ રચાઈ છે.
જેમ આજ કથાસાહિત્યમાં પ્રયોજન, કથાનક, પાત્ર, અને શૈલી એ ચાર મૂળ તત્ત્વ છે તેમ કથાઓના ઉપર્યુક્ત ભેદોમાં આ તત્ત્વોનું દર્શન સુદૂર અતીતના સાહિત્યમાં પણ થઈ શકે છે. આજના કથાસાહિત્યનું પ્રયોજન કેવળ લોકચિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org