________________
૨૩૦
જેન કાવ્યસાહિત્ય
ફેલાઈ હતી. તે ખરતરગચ્છના યુગપ્રધાન જિનચન્દ્રસૂરિનાં પ્રભાવનાકાર્યોમાં મોટા સહયોગી હતા.
તેમના જીવન ઉપર સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોકોનું ઉક્ત કાવ્ય ખરતરગચ્છની ક્ષેમશાખાના પ્રમોદમાણિક્યના શિષ્ય જયસોમ ઉપાધ્યાયે સં. ૧૯૫૦માં વિજયાદશમીના દિવસે લાહોરમાં રચ્યું છે. આ એક સમકાલિક રચના છે.
આ કાવ્ય ઉપર તેમના જ શિષ્ય ગુણવિજયે સં. ૧૬પપમાં સંસ્કૃત વ્યાખ્યા લખી છે અને તે જ વર્ષમાં આ કાવ્યનો ગુજરાતી પદ્યાનુવાદ પણ કર્યો છે. ક્ષેમસૌભાગ્યકાવ્ય
આ કાવ્યને પુણ્યપ્રકાશ પણ કહે છે. તેમાં મંત્રી ક્ષેમરાજનાં પુણ્યકાર્યોનું વર્ણન છે. તપાગચ્છના આનન્દકુશલના શિષ્ય રત્નકુશલે સં. ૧૯૫૦માં આ કાવ્યની રચના કરી છે. તેને ખીમસૌભાગ્યાખ્યુદય નામે પણ ઓળખવામાં આવે
છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૭૧; આનો સાર શ્રી દેસાઈએ પોતાના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત
ઈતિહાસમાં પૃ. ૫૭૧-૫૭૫ ઉપર આપ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૦૦ ૩. આની હસ્તપ્રત વિજયધર્મસૂરિ જ્ઞાનમંદિર, આગ્રામાં ઉપલબ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org