________________
૨૩૨.
જૈન કાવ્યસાહિત્ય
મનોરંજન કરવાનું જ માત્ર નથી પરંતુ પાઠકો માટે કોઈ વિચારદર્શન પ્રસ્તુત કરવાનું પણ છે, તેવી જ રીતે જૈન કથાઓનું પ્રયોજન પણ જૈન આચાર-વિચાર અર્થાત્ કર્મવાદ તથા સંયમ, વ્રત, ઉપવાસ, દાન, પર્વ, તીર્થ આદિનું માહાભ્ય પ્રકટ કરવાનું છે. જો કે આ દૃષ્ટિએ જૈન કથાઓ આદર્શોનુખી છે પરંતુ તેમ હોવા છતાં પણ તે જીવનની વાસ્તવિક ભૂમિ ઉપર ખડી છે, તેથી તે કથાઓમાં સામાજિક જીવનનાં વિવિધ પાસાંઓનું દર્શન થાય છે. કથાનકની દષ્ટિએ આ કથાઓનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. તેમાં નીતિકથા, લોકકથા, પ્રાણિકથા, પક્ષિકથા, ભાવાત્મક ધ્વનિકથા, ધર્મકથા, પુરાતનકથા, દેવતકથા, દષ્ટાન્તકથા, પરીકથા, કલ્પિતકથા, વગેરે બધી જાતની કથાઓને સ્થાન મળ્યું છે. જો કે અધિકાંશ જૈન કથાનકો ઘટનાબહુલ છે છતાં તેમને ઘટનાપ્રધાન નહીં કહી શકાય. તેમનું પ્રયોજન પાત્રોની ચરિત્રગત વિશેષતાઓને ઉપસાવીને પાઠકને એક નિશ્ચિત લક્ષ્ય પહોંચાડવાનું છે. કથાનકોની જેમ જૈન કથાસાહિત્યનાં પાત્રોનું ક્ષેત્ર પણ ઘણું વ્યાપક છે. તેમાં રાજાથી રંક, બ્રાહ્મણથી ચાંડાલ, શાહુકારથી ચોર, પતિવ્રતાથી વેશ્યા સુધીના બધા જ વર્ગોનાં પાત્રો સમાવિષ્ટ છે. પુરુષ, સ્ત્રી, દેવ, યક્ષ, કિન્નર, વિદ્યાધર, મુનિ, બાલ, વૃદ્ધ, યુવા અને ત્યાં સુધી કે પશુ-પક્ષી પણ પાત્રના રૂપમાં વિદ્યમાન છે. આજના વાર્તાકારનું પ્રયોજન પોતાનાં પાત્રોનું ચારિત્રિક વિશ્લેષણ કરવાનું છે. તે તેમના માનસિક અત્તર્લૅન્ડને દર્શાવે છે, તેમના ચારિત્રિક મનોવિજ્ઞાનનું અધ્યયન રજૂ કરે છે અને તેમનાં અન્તર્તમ ગૂઢ રહસ્યોને પ્રગટ કરે છે પરંતુ પ્રાચીન કથાઓની જેમ જૈન કથાઓમાં પણ પાત્રો કેવળ નિમિત્ત છે. જૈન કથાઓમાં પાત્રોનું સર્જન વાસ્તવમાં બુરાઈનું ફળ બુરાઈ અને ભલાઈનું ફળ ભલાઈ છે એ દર્શાવવા કરવામાં આવ્યું છે. શૈલીની દૃષ્ટિએ પણ આધુનિક અને પ્રાચીન કથાઓ વચ્ચે મોટું અંતર છે. આજની કથાઓમાં વિભિન્ન શૈલીઓ દેખાય છે. ક્યાંક તેઓ કલાત્મક છે, તો ક્યાંક આત્મચરિત્રાત્મક શૈલીમાં છે તો ક્યાંક વળી અન્ય પ્રકારની શૈલીમાં છે. પરંતુ પ્રાચીન કથાઓની જેમ જૈન કથાઓ પણ ઈતિવૃત્તાત્મક શૈલીમાં અધિક છે, જેમકે અમુક નગરમાં અમુક રાજા કે વ્યક્તિ રહેતી હતી.
અહીં અમે જૈન કથાસાહિત્યનાં કેટલાંક અમૂલ્ય રત્નો - કૃતિઓનો પરિચય આપીએ છીએ. એમ તો જૈન પુરાણોમાં ભારતીય કથાસાહિત્યનાં એવાં અનેક રત્નો મળ્યાં છે જે અન્યત્ર દુર્લભ છે, તો પણ પૃથક્ રૂપે અનેક પ્રકારની મોટી કૃતિઓ અને લઘુ કથાઓના સંગ્રહો બહુ સંખ્યામાં મળે છે.
અહીં નિરૂપણક્રમમાં સૌપ્રથમ અમે તે કથાકોશોનો પરિચય આપીએ છીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org