________________
પૌરાણિક મહાકાવ્ય
૨૦૯
પ્રાકૃતમાં મળે છે. આ કાવ્ય ઉપર પદ્મનન્દનસૂરિએ ટીકા લખી છે.
બીજી રચના પાસાગરની છે. તેને શીલપ્રકાશ પણ કહે છે. તેમાં સાત સર્ગ છે. તે સં. ૧૬૩૪માં રચાઈ છે. કર્તા તપાગચ્છના આચાર્ય વિમલસાગર અને ધર્મસાગરના શિષ્ય હતા.
ત્રીજી રચના શીલદેવકૃતનો ઉલ્લેખ મળે છે. અજ્ઞાતકર્તક ચોથીનો પણ ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે, કેશરિયાજી મંદિર જોધપુરમાં વીરકલશના શિષ્ય સૂચન્દ્ર રચેલા સ્થૂલભદ્રગુણમાલામહાકાવ્યનો ઉલ્લેખ મળે છે.
કાલકાચાર્યકથા – કાલકાચાર્યને કાલિકાચાર્ય પણ કહેવામાં આવ્યા છે. યુગપ્રધાન આચાર્યોમાં તેમની જીવનકથા બહુ જ ચમત્કારપૂર્ણ મનાઈ છે. પ્રાચીન ગ્રન્થોમાં, જેમકે ઉત્તરાધ્યયનનિર્યુક્તિ તથા ચૂર્ણિ, બૃહત્કલ્પભાષ્ય તથા ચૂર્ણિ, પંચકલ્પભાષ્ય તથા ચૂર્ણિ, દશાશ્રુતસ્કંધચૂર્ણિ, નિશીથચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ અને ભદ્રેશ્વરકૃત કહાવલીમાં તેમના જીવન સંબંધી અનેક ઘટનાઓનું વર્ણન મળે છે. તે ઘટનાઓમાં ઉજજૈનીના ગર્દભ રાજાનો ઉચ્છેદ, નિગોદની સૂક્ષ્મ વ્યાખ્યા, સુવર્ણભૂમિગમન, આજીવિકો પાસેથી નિમિત્તશાસ્ત્રનું અધ્યયન, અનુયોગોની રચના તથા સાતવાહન રાજાને મથુરાના ભવિષ્યનું કથન એ ઐતિહાસિક તત્ત્વવાળી ઘટનાઓ મનાય છે. તેમનો સમય ઈ.પૂર્વ દ્વિતીય અને ઈ.ની પ્રથમ સદી વચ્ચે મનાય છે. ડૉ. ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહે તેમની એકતા આર્ય શ્યામ સાથે સ્થાપી છે.*
૧. જિનરત્નકોશ, પૃ. ૩૮૪-૪૫૮; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૧ ૨. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, ખરતરગચ્છ સાહિત્ય સૂચી, પૃ.
૨૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૮૬-૮૮; એન. ડબલ્યુ. બ્રાઉન, સ્ટોરી ઑફ કાલક, વોશિંગ્ટન,
૧૯૩૩; સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ દ્વારા પ્રકાશિત કાલકાચાર્ય કથા; પંજાબ વિશ્વવિદ્યાલય પત્રિકમાં ૬ કથાઓ મૂળ અને ડૉ. બનારસીદાસ જૈન કૃત હિન્દી
અનુવાદ; કાલકાચાર્યકથાસંગ્રહ, ૧૯૪૫ ૪. ડૉ. શાહે પોતાના લઘુ ગ્રન્થ “સુવર્ણભૂમિમાં કાલકાચાર્યમાં પ્રાચીન અને અર્વાચીન
સામગ્રીનું વિશ્લેષણ કરીને એ મત પ્રગટ કર્યો છે કે અર્વાચીન સામગ્રીમાં અનેક નામો વિકૃત છે તથા કાલ્પનિક વાતો જોડી દીધી છે. આ વાતોના આધારે એકાધિક કાલકાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org