________________
પૌરાણિક મહાકાવ્ય
૨ ૨૩
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા કૃપાચન્દ્રના શિષ્ય જયસાગરસૂરિ છે. કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાં તેમણે પોતાનો જન્મ સં. ૧૯૪૩, દીક્ષા સં. ૧૯૫૬, ઉપાધ્યાયપદ સં. ૧૯૭૬ અને આચાર્યપદ સં. ૧૯૯૦ પાલીતાણામાં જણાવેલ છે.
પ્રસ્તુત કાવ્યની રચના સં. ૧૯૯૪માં ફાગણ સુદ ૧૩ના દિને પાલીતાણામાં કરવામાં આવી છે. - વીસમી સદીના ઉપાધ્યાય લબ્ધિમુનિએ પોતાના ગચ્છના પૂર્વાચાર્યોના ચરિત્ર ઉપર આઠ સંસ્કૃત કાવ્યો રચ્યાં છે. તે નીચે મુજબ છે :
૧. યુગપ્રધાન જિનચન્દ્રસૂરિ (૬ સર્ગ, ૧૨૧૨ શ્લોક) સં. ૧૯૯૨ ૨. જિનકુશલસૂરિચરિત (૬૩૩ શ્લોક) સં. ૧૯૯૬ ૩. મણિધારી જિનચન્દ્રસૂરિ (૨૦૧ શ્લોક) સં. ૧૯૯૮ ૪. જિનદત્તસૂરિચરિત્ર (૪૬૮ શ્લોક) સં. ૨૦૦૫ ૫. જિનરત્નસૂરિચરિત્ર સં. ૨૦૧૧ ૬. જિનયશ સૂરિચરિત્ર સં. ૨૦૧૨ ૭. જિનઋદ્ધિસૂરિચરિત્ર સં. ૨૦૧૪ ૮. મોહનલાલજી મહારાજ સં. ૨૦૧૫
પ્રભાવક આચાર્યોની જેમ જ જૈનધર્મના પોષક અને સંવર્ધક રાજાઓ, મંત્રીઓ, ધની શેઠ-શાહૂકારો અને શ્રાવકોનાં ચરિતોને પણ જૈન કવિઓએ પોતાનાં કાવ્યોના વિષય બનાવ્યાં છે. તેમાંથી કેટલાંક કાવ્યોનો પરિચય આપીએ છીએ. કુમારપાલચરિત
ગુજરાતના ચૌલુક્ય રાજા કુમારપાળ આમ તો શૈવધર્મી હતા પરંતુ આચાર્ય હેમચન્દ્ર અને તત્કાલીન અનેક જૈન ધનિકો અને વિદ્વાનોના કારણે તેમણે જૈનધર્મ અને સિદ્ધાન્તોને સમજવામાં, તેમનું અનુસરણ કરવામાં અને તેમનો પ્રચાર કરવામાં ઘણો જ ફાળો આપ્યો હતો. જૈન વિદ્વાનોએ તેમના ચરિત ઉપર મહાકાવ્ય, લઘુકાવ્ય, નાટક, પ્રબંધ, કથાગ્રંથ વગેરે રચ્યાં છે. તેમાંથી અનેક સમકાલિક હોવાથી ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને ઉત્તરકાળે શ્રોતાઓની રુચિ
૧. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થમાં આ રચનાઓનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org