________________
૨૨૪
વધારવા માટે અને અહિંસા આદિનું મહત્ત્વ દર્શાવવા માટે કેવળ ધાર્મિક કાવ્યોના રૂપમાં રચાયેલાં છે જેમાં ચિત્તવિસ્મયોત્પાદક વાતો પણ સમાવિષ્ટ કરવામાં આવી
9.
જૈન કાવ્યસાહિત્ય
સમકાલિક વિશાલ રચનાઓમાં સૌપ્રથમ કુમારપાલ તથા તેમના વંશનું વર્ણન કરનારું ચરિત્ર હેમચન્દ્રાચાર્યકૃત દ્યાશ્રયમહાકાવ્ય (૧૦ સર્ગ સંસ્કૃત અને ૮ સર્ગ પ્રાકૃત)માં મળે છે. તેનું વિવેચન ઐતિહાસિક અને શાસ્ત્રીય મહાકાવ્યોના નિરૂપણમાં કરીશું. બીજું ચરિત્ર કુમારપાલપ્રતિબોધ છે, તે પ્રધાનતઃ કથાકોશ જ છે. તેનો પરિચય કથાકોશોના પ્રસંગમાં દઈશું.
ઉત્તરકાલીન લઘુ રચનાઓનો સંગ્રહ મુનિ જિનવિજયજીએ ‘કુમારપાલચરિત્રસંગ્રહ'' નામે પ્રકાશિત કરાવી દીધો છે. તેમના સિવાય પંદરમી સદીના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં બે મોટી રિતકૃતિઓ પણ રચવામાં ‘આવી છે. તેમાં કુમારપાલભૂપાલચરિતની રચના મહેન્દ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ ૧૦ સર્ગો (અને ૬૦૫૩ શ્લોકોમાં) કરી છે. આ કાવ્યમાં ઐતિહાસિક અને પૌરાણિક બન્ને શૈલીઓનું સમ્મિશ્રણ થયું છે. પૌરાણિક શૈલીનાં મહાકાવ્યોની જેમ તેના પ્રારંભમાં નાયકની વંશપરંપરાનું વર્ણન તથા અંતિમ સર્ગમાં કુમારપાલના પૂર્વભવોનું વર્ણન આપ્યું છે. સ્થળે સ્થળે જૈનધર્મનો ઉપદેશ વિદ્યમાન છે. આ ઉપદેશોમાં અનેક અવાન્તર કથાઓ ગર્ભિત છે. મૂલ કથાનકમાં હેમચન્દ્ર અને કુમારપાલ સંબંધી અનેક અલૌકિક અને અતિપ્રાકૃતિક ઘટનાઓની યોજના કરવામાં આવી છે. સંભવતઃ હેમચન્દ્રના મૃત્યુ પછી તેમના વિશે અનેક અલૌકિક, ચમત્કારપૂર્ણ ઘટનાઓ શ્રદ્ધાળુઓમાં ફેલાઈ ગઈ હશે અને આ કિંવદન્તીઓનો ઉપયોગ કવિએ પોતાના આ કાવ્યનિર્માણમાં કર્યો હશે.
આ કાવ્યમાંથી પ્રાપ્ત ઐતિહાસિક તથ્યોનું વર્ણન ઐતિહાસિક કાવ્યોના પ્રસંગે
કરીશું.
કાવ્યત્વની દૃષ્ટિએ કર્તાએ કુમારપાલભૂપાલચરિતને ઘટનાપ્રધાન કાવ્ય બનાવી દીધું છે. તેથી તેમાં વિવિધ રસોનો સારો પરિપાક મળે છે. કાવ્યની ભાષા સરળ અને પ્રવાહી છે. તેમાં દેશી ભાષાથી પ્રભાવિત શબ્દોનો પ્રયોગ અધિક થયો છે. તેમાં અલંકારોનો પ્રયોગ ઓછો થયો છે, તેમ છતાં સાદૃશ્યમૂલક ઉપમા, ઉત્પ્રેક્ષા
૧. સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૪૧, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૫૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૯૨; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૫; ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ, ૧૯૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org