________________
પૌરાણિક મહાકાવ્ય
કર્તા અને રચનાકાળ આની રચના પંડિત ઈન્દ્રહંસગણિએ સં. ૧૫૭૮માં કરી હતી. તેની રચનાનો આધાર આચાર્ય લાવણ્યવિજય દ્વારા સં. ૧૫૬૮માં ગુજરાતીમાં નિર્મિત વિમલપ્રબંધ છે. પરંતુ પ્રસ્તુત કાવ્યના કર્તાએ અન્ય બીજી સામગ્રીનો ઉપયોગ પણ આમાં કર્યો છે. વિમળશાહ સંબંધી જે પુરાણી પ્રશંસાઓ અજ્ઞાતપ્રાય છે અને જે કેટલીક પ્રશસ્તિઓમાં અવશિષ્ટ છે તેમાંથી કેટલીકનો ઉપયોગ કવિએ પ્રસ્તુત કૃતિમાં કર્યો છે.
-
વિમલ મંત્રી પર સં. ૧૫૭૮માં સૌભાગ્યનન્દિ દ્વારા વિરચિત કૃતિ નો પણ ઉલ્લેખ મળે છે. આનો પણ આધાર લાવણ્યસમયનો ગુજરાતી ગ્રન્થ છે.
૨૨૭
વિમલ મંત્રી ઉપર રચાયેલી આ કૃતિઓ સમસામયિક નથી, તેથી તેમનું ઐતિહાસિક મહત્ત્વ વિચારણીય છે.
જગડૂચરિત
આ કાવ્યમાં ૧૩-૧૪મી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈન શ્રાવક જગશાહનું ચરિત નિરૂપાયું છે. આ લઘુકાવ્યમાં ૭ સર્ગ છે અને કુલ ૩૮૮ શ્લોક છે. કાવ્યમાં જગડૂનાં અનેક ધાર્મિક કાર્યો તથા તેની પરોપકારિતાનું વર્ણન છે. તેમાં અનેક ઐતિહાસિક પ્રસંગો આવે છે, તેની ચર્ચા અન્યત્ર કરીશું.
કવિપરિચય અને રચનાકાળ કાવ્યના પ્રત્યેક સર્ગના અન્તે આપેલી પુષ્ટિકામાંથી જાણવા મળે છે કે તેના કર્તા ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનન્દ હતા. કાવ્યના અંતે એવી કોઈ પ્રશસ્તિ નથી આપી જેમાંથી કવિનો વિશેષ પરિચય અને રચનાનો કાળ જાણી શકાય. તો પણ કાવ્યના પ્રારંભમાં કવિએ લખ્યું છે કે ‘ગુરુનાં વચનોનું સ્મરણ કરીને હું જગડૂના ઉત્તમ ચિરતની રચના કરું છું'. આ ઉપરથી જણાય છે કે કવિ જગડૂના સમકાલીન તો નથી. તેમણે જગડૂનાં પાવન કાર્યોનું વિવરણ ગુરુના મુખે સાંભળ્યું હતું. સંભવતઃ કવિના ગુરુ ધનપ્રભસૂરિ
Jain Education International
-
૧. જિનરત્નકોશ, પૃ. ૩૫૮; હીરાલાલ હંસરાજ, જામનગર.
૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૮; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૬૦ ઉપર ટિપ્પણ. ૩. જિનરત્નકોશ, પૃ. ૧૨૮; મ. દ. ખખ્ખર, મુંબઈ, ૧૮૯૬માં પ્રકાશિત,
For Private & Personal Use Only
www.jainelibrary.org