________________
૨૨૬
જૈન કાવ્યસાહિત્ય
પોતાની સામગ્રી વિભિન્ન સ્રોતોમાંથી એકત્ર કરે છે, પરંતુ જિનમંડનમાં ગુણદોષવિવેકની યોગ્યતાનો અભાવ છે અને તેમના શ્રમનું ફળ તે બધી જ ત્રુટિઓથી ભરેલું છે જે ત્રુટિઓ અવિશ્વસનીય સ્રોતોથી એકઠી કરેલી સામગ્રીના સંગ્રહમાં હોય છે.
આ કાવ્યમાં હેમચન્દ્રના વિશે કેટલીક કલ્પિત વાતો કહેવામાં આવી છે. જેમકે પહેલી હેમચન્દ્રસૂરિના સંગીતજ્ઞાનની, બીજી હેમચન્દ્રસૂરિના અજૈન શાસ્ત્રોના નક્કર જ્ઞાનની, ત્રીજી હેમચન્દ્રસૂરિએ પશુબલિદાનના અનૌચિત્યને કેવી રીતે સિદ્ધ કર્યું તેની, ચોથી હેમચન્દ્રના પ્રશંસકોને રાજા તરફથી બક્ષિસો મળતી હતી તેની." - આ કાવ્યના કર્તા જિનમંડનગણિ તપાગચ્છના પ્રભાવક આચાર્ય સોમસુદરસૂરિના શિષ્ય હતા. તેમણે આ કાવ્યની રચના સં. ૧૪૯૧-૯૨માં કરી હતી. તેમની બીજી રચનાઓ છે ધર્મપરીક્ષા અને શ્રાદ્ધગુણસંગ્રહવિવરણ (સં. ૧૪૯૮). , વસ્તુપાલ-તેજપાલચરિત
ગુજરાતના વાઘેલાવંશીય રાજા વિરધવલના બે સહોદર મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલની કીર્તિગાથાઓ ઉપર તેમના સમકાલમાં અને ઉત્તરકાલમાં જેટલાં કાવ્ય, નાટક, પ્રબંધ અને પ્રશસ્તિઓ વગેરે લખવામાં આવ્યાં છે તેટલાં ભાગ્યે જ ભારતના કોઈ અન્ય રાજપુરુષ માટે લખાયાં હશે. તેમાં અનેક તો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને કેટલાંક શાસ્ત્રીય મહાકાવ્યોના રૂપમાં છે. અને તેમનું વિવેચન તે પ્રસંગોએ કરીશું. તેમનાં ધાર્મિક કાર્યોનું વર્ણન કરવા માટે સમકાલિક આચાર્ય ઉદયપ્રભે ધર્માલ્યુદયકાવ્ય અપરનામ સંઘપતિચરિત રચ્યું છે. આ એક પ્રકારનો કથાકોશ છે, તેથી તેનો પરિચય કથાકોશોના પ્રસંગમાં કરીશું.
આ બંને મંત્રીભાઈઓના ચરિત્ર ઉપર ઉત્તરકાળે (અર્થાત ૨૦૦ વર્ષ પછી) એક સ્વતંત્ર રચના જિનહર્ષગણિકત વસ્તુપાલચરિત (સં. ૧૪૪૧) મળે છે. તેમાં વસ્તુપાલ-તેજપાલ સંબંધી ઉપલબ્ધ પૂર્વ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની વિશેષ ચર્ચા ઐતિહાસિક કાવ્યોમાં કરીશું. વિમલમંત્રિચરિત
આમાં ગુજરાતના ચૌલુક્ય ભીમ (પ્રથમ)ના નગરશેઠ અને પ્રધાન સેનાપતિ વિમલશાહ પોરવાડ (વિ.સં.૧૧મી સદીનો પૂર્વાર્ધ)નાં ધાર્મિક કાર્યોનું વર્ણન છે.
૧. કુમારપાલપ્રબંધ, પૃ. ૩૭, ૪૭, ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org