________________
૨૧૮
જૈન કાવ્યસાહિત્ય
સંશોધન ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય ધર્મવિજય વાચકે કર્યું હતું. | વિજયપ્રશસ્તિકાવ્ય – આ કાવ્યના ૧૬ સર્ગોની રચના કર્યા પછી કવિનો સ્વર્ગવાસ થઈ ગયો, એટલે ગુણવિજયે છેલ્લા પાંચ સર્ગો જોડી ૨૧ સર્ગમાં કૃતિ પૂર્ણ કરી. તેમાં કુલ મળીને ૧૭૦૯ શ્લોકો છે. આ શ્લોકો વિવિધ છંદોમાં રચાયા છે. તેમાં તપાગચ્છના હીરવિજય, વિજયસેન અને વિજયદેવસૂરિનાં ચરિતોનું કાવ્યમય શૈલીમાં આલેખન છે. આ કાવ્યના મહાકાવ્યત્વની અને તેના ઐતિહાસિક મહત્ત્વની ચર્ચા પછી કરવામાં આવશે.
કાવ્યકર્તા અને રચનાકાળ – કાવ્યની રચના કમલવિજયગણિના શિષ્ય હેમવિજયગણિએ સં. ૧૬૮૧માં કરી છે. તે ૧૭મી સદીના મહાન લેખક હતા. તેમની અન્ય રચનાઓમાં પાર્શ્વનાથમહાકાવ્ય, કથાવત્નાકર, અન્યોક્તિમુક્તામહોદધિ, કીર્તિકલ્લોલિની, સૂક્તિરત્નાવલી, વિજયસ્તુતિ વગેરે મળે છે. બધી કૃતિઓના અંતે કવિએ પોતાનો તથા કૃતિનો પરિચય આપ્યો છે. વિજયપ્રશસ્તિના અંતે તો બધી કૃતિઓનો ઉલ્લેખ પદ્યોમાં કર્યો છે.
આ કાવ્ય ઉપર કનકવિજયના શિષ્ય અને અંતિમ પાંચ સર્ગોના કર્તા ગુણવિજયે એક સંસ્કૃત ટીકા લખી છે, તેનું પરિમાણ ૧૦,૦૦૦ શ્લોકપ્રમાણ છે. આ ટીકા સં. ૧૬૮૮માં લખાઈ છે.
વિજયદેવમાહાભ્ય – આ કાવ્યમાં ૧૯ સર્ગ છે. તેમાં વિવિધ છંદોમાં નિર્મિત ૧૭૯૫ પદ્યો છે. તેમાં હીરવિજયસૂરિના પ્રશિષ્ય અને વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવનું જીવનવૃત્ત કાવ્યમય શૈલીમાં આપવામાં આવ્યું છે. તેના ઐતિહાસિક મહત્ત્વની ચર્ચા ઉક્ત પ્રસંગમાં કરવામાં આવશે.
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના પ્રણેતા બૃહમ્બરતરગચ્છીય જિનરાજસૂરિસત્તાનીય પાઠક જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભ ઉપાધ્યાય છે. તેનો રચનાસમય અજ્ઞાત છે પરંતુ તેની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૭૦૯ની મળે છે. તેનાથી જણાય છે કે ભૂલ કૃતિની રચના તે પહેલાં થઈ હશે.
૧. યશોવિજય જૈન ગ્રન્થમાલા, સં. ૨૩, ભાવનગર, વીર સં. ૨૪૩૦, ટીકા સહિત;
જિનરત્નકોશ, પૃ. ૩૫૪-૩૫૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૪; જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ, ૧૯૨૮ 3. लिखितोऽयं ग्रन्थः पण्डित श्री५ श्रीरङ्गसोमगणिशिष्यमुनिसोमगणिना सं. १७०९ वर्षे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org