________________
૨૨૦
જેન કાવ્યસાહિત્ય
પાંચ સર્ગોમાં તેમના ગુરુ વિજયદેવનું ચરિત્ર પણ આપ્યું છે. આ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું કાવ્ય છે. તેનું ઉક્ત પ્રસંગે વર્ણન કરીશું.
તેના કર્તા ઉક્ત મેઘવિજયગણિ છે. રચનાકાળ જ્ઞાત નથી. વિજયોલ્લાસમહાકાવ્ય – આ એક અજ્ઞાત કૃતિ હતી, તેની અપૂર્ણ પ્રતિ સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરના જ્ઞાનભંડારમાંથી મળી છે. તેના કર્તા મહામહોપાધ્યાય યશોવિજય (૧૭-૧૮મી સદી) છે, તે અનેક કૃતિઓના સર્જક છે. તેમાં શ્રી હીરવિજયસૂરિની પરંપરામાં થયેલા વિજયદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિનું જીવનવૃત્ત આલેખાયેલું છે. ગ્રંથનો પ્રારંભ “ નમ:થી થાય છે અને ત્રણ મંગલાચરણના શ્લોકોના પ્રારંભમાં “Úાર સાર', “જેન્દ્ર પ્રશિ' અને “જારમારાંધતા| શબ્દોનો પ્રયોગ થયો છે. ચોથા શ્લોકથી યમકાલંકારયુક્ત ભાષાનો પ્રયોગ થયો છે. તે પછી વિજયસિંહસૂરિના નામોલ્લેખપૂર્વક ચરિતનો પ્રારંભ થાય છે અને પહેલો સર્ગ ૧૦૨ શ્લોકોમાં પૂરો થાય છે. સર્વાન્તમાં કેટલાય શ્લોકો વિવિધ છન્દોમાં રચાયા છે. સર્ગના અંતે તિ શ્રીવિનયોસે વિનયાહૂમરાત્રે પ્રથમ: : ' આમ લખ્યું છે. ખરતરગચ્છીય આચાર્યોનાં જીવનચરિત્રો
તેરમી-ચૌદમી શતાબ્દીના કેટલાય ખરતરગચ્છીય આચાર્યોના સમકાલિક ‘રચયિતાઓ દ્વારા રચાયેલાં લઘુચરિતો મળે છે, તે પ્રાકૃતભાષાનિબદ્ધ ધાર્મિક કાવ્યોના સારા નમૂના છે, સાથે સાથે તેમાંથી કેટલીક ઐતિહાસિક મહત્ત્વની વાતો પણ પ્રગટ થાય છે.
જિનપતિસૂરિપંચાસિકા – આમાં મણિધારી જિનચન્દ્ર (૨)સૂરિના શિષ્ય જિનપતિનું ૫૫ ગાથાઓમાં માતાપિતા, નગર આદિનાં નામો સાથે જન્મ (સં. ૧૨૧૦), દીક્ષા અને આચાર્યપદ (સં.૧૨૨૩) સુધીનું ચરિત્ર આલેખાયું છે. કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી પરંતુ “fબળવો નિયમુરુગો’ પદોથી પોતે જિનપતિના શિષ્ય છે એટલું જ કહ્યું છે. જિનપતિ પત્રિશત્ વાદવિજેતા મનાય
૧. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ, ખંડ ૨, મુંબઈ, ૧૯૬૮, પૃ. ૨૩૩
૨૩૫ ૨. જિનભદ્રસૂરિસ્વાધ્યાયપુસ્તિકા (અપ્રકાશિત), અજીમગંજની બડી પોસાલમાં સં.
૧૪૯૦માં લખાયેલી પ્રતિ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org