________________
પૌરાણિક મહાકાવ્ય
૨૧૯
આના ઉપર તપાગચ્છના કૃપાવિજયગણિના શિષ્ય મેઘવિજયગણિએ વિવરણ લખ્યું છે, તેમાં અઘરા શબ્દોના અર્થને સ્પષ્ટ કર્યો છે. મેઘવિજયગણિનો પરિચય પહેલાં આપી દીધો છે. - ભાનુચન્દ્રગણિચરિત – વાચક સકલચન્દ્રના બે શિષ્ય હતા, તે સૂરચન્દ્ર અને શાન્તિચન્દ્ર. સૂરચન્દ્રના ભાનુચન્દ્ર નામના પ્રભાવક શિષ્ય હતા. ભાનુચન્દ્રના ચરિત્ર ઉપર આ કાવ્યનું નિર્માણ ચાર પ્રકાશોમાં થયું છે. આ પ્રકાશોમાં ક્રમશ: ૧૨૮, ૧૮૭, ૭૬ અને ૩૫૮ સંસ્કૃત શ્લોકો છે. આ ચરિતકાવ્ય અનુષ્ટ્ર, છન્દમાં રચાયું છે પરંતુ ક્યાંક ક્યાંક અન્ય છંદોનો પણ પ્રયોગ થયો છે. આ કાવ્ય મુગલ સમ્રાટ અકબરના અંતિમ વર્ષો અને જહાંગીરના સમયમાં (સનું ૧૬૨૫-૧૬૨૭) ભાનુચંદ્ર કરેલાં પ્રભાવનાકાર્યો તથા અન્ય વાતો ઉપર પ્રકાશ પાડે છે. આ વિશે ઐતિહાસિક કાવ્યોના પ્રસંગે ચર્ચા કરીશું.
કાવ્યકર્તા અને રચનામય – આ કાવ્યની રચના ભાનુચન્દ્રના શિષ્ય તથા તેમના અનેક સાહિત્યિક અનુષ્ઠાનોના સહયોગી સિદ્ધિચન્દ્રગણિએ કરી હતી. કાવ્યની રચનાસંવત કોઈ ઉપલબ્ધ સાધનથી જ્ઞાત થતો નથી પરંતુ આ રચના સમકાલિક જણાય છે. પોતાના ગુરુની જેમ સિદ્ધિચન્દ્ર પણ પોતાના યુગના મહાન સાહિત્યકાર હતા. તેમની અનેક રચનાઓ મળે છે : કાદમ્બરીઉત્તરાર્ધટીકા, શોભનસ્તુતિટીકા, કાવ્યપ્રકાશખંડન, વાસવદત્તાટીકા વગેરે ૧૯ કૃતિઓ. સમ્રાટ જહાંગીરે સિદ્ધિચન્દ્રને ખુશ-સહમતીક્ષ્ણબુદ્ધિ)ની ઉપાધિ આપી હતી.
દેવાનન્દ મહાકાવ્ય – માઘકૃત શિશુપાલવધ ઉપર આધારિત સાત સર્ગોવાળું આ પાદપૂર્તિકાવ્ય છે, તેનું વર્ણન પાદપૂર્તિકાવ્યોમાં કરીશું. તેમાં હીરવિજયના પ્રશિષ્ય વિજયદેવસૂરિનું જીવનચરિત્ર આલેખ્યું છે. તેની રચના કૃપાવિજયગણિના શિષ્ય મેઘવિજયગણિએ સં. ૧૭૫૫માં કરી છે. મેઘવિજયનો પરિચય અન્યત્ર આપ્યો છે. - દિગ્વિજયકાવ્ય – આમાં ૧૩ સર્ગો છે. તેમાં વિવિધ છંદોમાં રચાયેલા ૧૨૯૪ શ્લોકો છે. તેમાં તપાગચ્છના વિજયપ્રભસૂરિનું ચરિતવર્ણન છે. તેમાં પ્રારંભિક
૧. જિનરત્નકોશ, પૃ. ૨૯૪; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્યાંક ૧૭, સં. ૧૯૯૭ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૭૯; યશોવિજય જૈન ગ્રન્થમાલા, ભાવનગર, સં. ૧૯૬૯; સિંધી
જૈન ગ્રન્થમાલા, ઝળ્યાંક ૭, ૧૯૩૭ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૭૪; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧૪, ૧૯૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org