________________
પૌરાણિક મહાકાવ્ય
બાદશાહ અકબરે હીરવિજયને જગદ્ગુરુની ઉપાધિ આપી હતી. આ કાવ્યની રચના વિમલસાગરગણિના શિષ્ય પદ્મસાગરગણિએ માંગરોળમાં (સૌરાષ્ટ્ર) રહી સં. ૧૬૪૬માં કરી હતી. પદ્મસાગરની અન્ય કૃતિઓમાં તિલકમંજરીવૃત્તિ, યશોધનચરિત્ર, ઉત્તરાધ્યયનકથાસંગ્રહ, પ્રમાણપ્રકાશ સટીક, ધર્મપરીક્ષા વગેરે મળે છે.
કૃપારસકોશ આ કૃતિ પણ હીરવિજયસૂરિના જીવનસંબંધી છે. તેમાં હીરવિજયના ઉપદેશથી બાદશાહ અકબરે જે દયામય કાર્યો કર્યાં હતાં તેમનું નિરૂપણ છે. કાવ્યમાં ૧૨૮ શ્લોકો છે. તેની રચના તપાગચ્છીય સકલચન્દ્ર ઉપાધ્યાયના શિષ્ય શાન્તિચન્દ્ર ઉપાધ્યાયે સં. ૧૬૪૬-૪૮ વચ્ચે કરી હતી.
-
આના ઉપર તેમના શિષ્ય રત્નચન્દ્રગણિએ એક વૃત્તિ લખી હતી. તેનો ઉલ્લેખ વૃત્તિકારે અધ્યાત્મકલ્પદ્રુમ અને સમ્યક્ત્વસતિમાં કર્યો છે. હીરસૌભાગ્યમહાકાવ્ય - આ કાવ્યમાં હીરવિજયસૂરિનું જીવન તથા તેમનાં ધાર્મિક કાર્યો, પ્રભાવના, અકબર બાદશાહ સાથે સંપર્ક આદિ પ્રસંગો વિસ્તારથી આપવામાં આવ્યા છે. આ કાવ્ય ૧૭ સર્ગોનું બૃહત્કાવ્ય છે. તેના અધિકાંશ સર્ગોમાં સોથી વધારે શ્લોકો છે. ચૌદમા સર્ગમાં આ સંખ્યા ૩૦૦ સુધી પહોંચી જાય છે. આ કાવ્ય શ્રીહર્ષના નૈષધીયમહાકાવ્યને આદર્શ બનાવી રચવામાં આવ્યું છે પરંતુ તેના જેવું દુરૂષ અને દુર્બોધ નથી. તેના મહાકાવ્યત્વ અને તેની ઐતિહાસિકતા ઉપર પછી ઉક્ત પ્રસંગોએ પ્રકાશ નાખીશું.
―
કર્તા અને રચનાકાળ આ કાવ્યની રચના તપાગચ્છીય સિંહવિમલગણિના શિષ્ય દેવવિમલે સુખબોધા નામની સ્વોપજ્ઞ વૃત્તિ સાથે કરી છે. તેની રચનાનો પ્રારંભ તો હીરવિજયસૂરિના સમયમાં જ થઈ ગયો હતો એવું ધર્મસાગરગણિની પટ્ટાવલિમાંથી જાણવા મળે છે પરંતુ તેની સમાપ્તિ વિજયદેવસૂરિના શાસનકાળમાં જ થઈ શકી હતી. તેથી આ કાવ્ય સં. ૧૬૭૨થી સં. ૧૬૮૫ વચ્ચે રચાઈ શકાયું છે. દેવવિમલના ગુરુ બહુ પ્રભાવક હતા. તેમણે સ્થાનસિંહ નામની અજૈન વ્યક્તિને જૈન ધર્મમાં દીક્ષિત કરી હતી. આ વ્યક્તિ પાછળથી આગ્રાના પ્રમુખ જૈનોમાં એક હતી. દેવિમલકૃત હીરસૌભાગ્યના આધારે ઋષભદાસ કવિએ સં. ૧૬૮૫માં ગુજરાતીમાં હીરવિજયસૂરિરાસની રચના કરી હતી. હીરસૌભાગ્યકાવ્યનું
૧. જિનરત્નકોશ, પૃ. ૯૫; કાન્તિવિજય ઈતિહાસમાલા; ભાવનગર, ૧૯૭૩ ૨. એજન, પૃ. ૯૫
૩. એજન, પૃ. ૪૬૧; કાવ્યમાલા, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૦.
Jain Education International
૨૧૭
For Private & Personal Use Only ·
www.jainelibrary.org