________________
પૌરાણિક મહાકાવ્ય
૨૧૫
હરિભદ્રસૂરિચરિત – હરિભદ્રસૂરિના ચરિત ઉપરની સ્વતંત્ર રચનાઓમાં ધનેશ્વરસૂરિકૃત (૧૨મી સદી) રચના ઉલ્લેખનીય છે. તેનું સંપાદન પં. હરગોવિન્દ દાસે વારાણસીમાં કર્યું હતું.'
અન્ય બે રચનાઓનો – હરિભદ્રકથા અને હરિભદ્રપ્રબંધનો – પણ ઉલ્લેખ મળે છે.
૧૬-૧૭મી સદીના તપાગચ્છીય વિદ્વાન મુનિઓએ પોતાના ગચ્છના અનેક પ્રભાવક ગુરુજનોના ગુણકીર્તનમાં કાવ્યાત્મક શૈલીમાં મહત્ત્વપૂર્ણ ચરિત્રકૃતિઓ રચી છે. તે કૃતિઓ તે મહાપુરુષોનાં આધ્યાત્મિક જીવન અને ધાર્મિક કૃત્યોનું આલેખન કરે છે, તેથી તે કૃતિઓ પૌરાણિક કાવ્યોની શ્રેણીમાં આવે છે, તો પણ તેમનામાં તત્કાલીન રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું સારું ચિત્રણ હોવાથી તે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં કાવ્યો પણ મનાય છે. - જૈન સાહિત્યમાં સં. ૧૪૫૬થી ૧૫૦૦ સુધી સોમસુન્દર યુગ, સં. ૧૬૦૧થી ૧૭૦૦ સુધી હૈરક યુગ તથા સં. ૧૭૦૧ થી ૧૭૪૩ સુધી યશોવિજય યુગમાં પ્રભાવક આચાર્યો ઉપર આ જાતની અનેક કૃતિઓ રચાઈ છે. તેમનો સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. તેમના શાસ્ત્રીય મહાકાવ્યત્વનું તથા ઐતિહાસિક મહાકાવ્યત્વનું દિગ્દર્શન તે પ્રસંગોએ આગળ ઉપર કરીશું.
સોમસૌભાગ્યકાવ્ય – તપાગચ્છના યુગપ્રધાન સોમસુન્દરસૂરિ ઉપર બેત્રણ જીવનચરિત્ર મળે છે. પહેલું તો ૧૦ સર્ગાત્મક સોમસુન્દરના જ શિષ્ય પ્રતિષ્ઠાસોમે સં. ૧૫૨૪માં (ગ્રન્થાઝ ૧૩૦૦ શ્લોકપ્રમાણ) રચ્યું છે. બીજું તપાગચ્છીયા લક્ષ્મીસાગરના શિષ્ય સુમતિસાધુએ રચ્યું છે. તેનો રચનાકાળ જ્ઞાત નથી. સુમતિસાધુનો સ્વર્ગવાસ સં. ૧૫૫૧માં થયો હતો. તેથી આ રચના તેના પહેલાંની અવશ્ય છે. સુમતિસાધુના ચરિત્ર ઉપર પણ એક સુમતિસંભવકાવ્ય સં. ૧૫૪૭૧૫૫૧ વચ્ચે રચાયું છે.
એક અજ્ઞાતકર્તક ત્રીજા સોમસૌભાગ્યકાવ્યનો પણ ઉલ્લેખ મળે છે.*
૧. જિનરત્નકોશ, પૃ. ૪૫૯ ૨. એજન, પૃ. ૪૫૩; આનો સાર “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૪૫૧-૪૬૧માં
આપ્યો છે. ૩. એજન ૪. એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org