________________
૨૧૪
જૈન કાવ્યસાહિત્ય
પાદલિપ્તસૂરિકથા – પાદલિપ્તસૂરિ તરંગવતીકથાના કર્તા મનાય છે. તેમનું એક ચરિત પ્રાકૃત ભાષામાં રચાયું છે. પ્રારંભ “ત્નિ રૂદ અરવલ' થી થાય છે. તેની પ્રાચીનતમ હસ્તપ્રત સં. ૧૨૯૧ની છે.
બીજી પાદલિપ્તસૂરિકથા(સંસ્કૃત)નો પણ ઉલ્લેખ મળે છે.
સિદ્ધસેનચરિત – સન્મતિતર્ક આદિ ગ્રન્થોના કર્તા સિદ્ધસેન ઉપર એક હસ્તલિખિત પ્રતિ ૧૨૯૧ની પાટણના ભંડારમાં મળે છે. તે પ્રાકૃતમાં છે.
મલવાદિકથા - દ્વાદશાનિયચક્રના કર્તા મલ્યવાદી ઉપર પણ એક પ્રાકૃત રચના છે. તેની હસ્તલિખિત પ્રતિ સં. ૧૨૯૧ની મળી છે."
મલયગિરિચરિત – આ કૃતિનો ઉલ્લેખ મળે છે.
બપ્પભટ્ટિચરિત – ગૂર્જર પ્રતિહાર નરેશ આમનાગાવલોકગુરુ પાદલિપ્ત ઉપર કેટલીય રચનાઓ મળે છે. તેમાંથી એકનું બીજું નામ બપ્પભટ્ટસૂરિપ્રબન્ધ પુણ્યપ્રદીપ છે. તેમાં ૭૦૦ પદ્ય (સંસ્કૃત) છે. કર્તાનું નામ માણિજ્યસૂરિ છે. આ નામના ૬-૭ આચાર્ય થયા છે. તેમાંથી આ કૃતિના કર્તા કયા છે એ નિર્ણય કરવો મુશ્કેલ
બીજી એક રચના “બપ્પભક્ટ્રિકથા ૬૮૫ પ્રાકૃત ગાથાઓમાં ઉપલબ્ધ છે. આની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૨૯૧ની મળે છે.
રાજશેખરસૂરિના પ્રબંધકોશમાંથી લઈને બપ્પભફિચરિત્ર અલગ પ્રકાશિત કરવામાં આવ્યું છે.
બે અજ્ઞાતકર્તક રચનાઓની પણ ભાળ મળી છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૩; પાટણ સૂચી, ભાગ ૧, પૃ. ૧૯૪-૫ ૨. એજન ૩. એજન, પૃ. ૪૩૮; પાટણસૂચી, ભાગ ૧, પૃ. ૧૯૪-૫ ૪. એજન, પૃ. ૩૦૨; પાટણસૂચી, ભાગ ૧, પૃ. ૧૯૪-૫ ૫. એજન ૬. એજન, પૃ. ૨૮૨ ૭. એજન; પાટણસૂચી, ભાગ ૧, પૃ. ૧૯૫ ૮. આગમોદય સમિતિ ગ્રન્થમાલા, ગં. ૪૬, મુંબઈ, ૧૯૨૬ ૯. જિનરત્નકોશ, પૃ. ૨૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org