________________
૨૦૮
અને શ્વેતાંબરમતની ઉત્પત્તિ આપી છે. આમાં લુંકામતની ઉત્પત્તિ વિ.સં.૧૫૨૭માં દર્શાવી છે.
જૈન કાવ્યસાહિત્ય
–
કર્તા અને રચનાકાલ આ કૃતિના કર્તા અનન્તકીર્તિના શિષ્ય લલિતકીર્તિના શિષ્ય રત્નનન્દિ છે. કૃતિના અંતે એક પદ્યમાં આ કહેવાયું છે તથા તેમાં લખ્યું છે કે હીરક આર્યના આગ્રહથી આ ચિરતની રચના કરવામાં આવી છે, પરંતુ કર્તાએ ક્યાંય પોતાના ગચ્છનું નામ કે કૃતિનો રચનાકાળ જણાવ્યો નથી. તેમ છતાં રચના સં. ૧૫૨૭ પછી થઈ છે કારણ કે ઉક્ત સંવતમાં લુંકામતની ઉત્પત્તિ કૃતિમાં જણાવી છે. કૃતિના સંપાદકે કર્તાનું રત્નનન્દ નામ દાદાગુરુના નામ અને ગુરુના નામ ઉપરથી રત્નકીર્તિ હોવાનું માન્યું છે અને સુદર્શનચરિતકાર વિદ્યાનન્દિ દ્વારા સ્તુત રત્નકીર્તિ સાથે કર્તાનું એકત્વ સ્થાપિત કર્યું છે, પરંતુ આ બરાબર નથી. વિદ્યાનન્દિના સુદર્શનચરિત્રનો સમય વિ.સં. ૧૫૧૩ છે, તેથી તેમના દ્વારા સ્તુત રત્નકીર્તિનો સમય તેના પહેલાંનો હોવો જોઈએ. પરંતુ પ્રસ્તુત કૃતિમાં કર્તાએ લંકામતની ઉત્પત્તિનો સમય સંવત્ ૧૫૨૭ આપ્યો છે, તેથી અવશ્ય તે આ સમય પછી થયા છે. કર્તાએ અનન્તકીર્તિને પોતાના દાદાગુરુ કહ્યા છે પરંતુ અનન્તકીર્તિના શિષ્ય કોઈ લલિતકીર્તિ (કર્તાના ગુરુ) વિશે કંઈ પણ જાણકારી કોઈ પણ અન્ય સાધનો દ્વારા આજ સુધી મળી નથી, તેથી કર્તાનો સમય નક્કી કરવો કઠિન છે. ભટ્ટારક રત્નચન્દ્રકૃત એક ભદ્રબાહુચિરત્રનો ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે એક ભદ્રબાહુકથાનો પણ નિર્દેશ મળે છે.
સ્થૂલભદ્રચરિત – શ્વેતાંબર સંઘના ઈતિહાસમાં આચાર્ય સ્થૂલભદ્રનું બહુ મોટું સ્થાન છે. તેમનું ચરિત્ર પ્રાચીન ગ્રન્થોમાં તો આપ્યું જ છે પરંતુ તેના ઉપર ચારપાંચ સ્વતંત્ર રચનાઓ પણ મળે છે.
પહેલી રચનામાં ૬૮૪ સંસ્કૃત શ્લોકો છે. તેના કર્તા ચૌદમી સદીના જયાનન્દસૂરિ છે.” તે તપાગચ્છના સોમતિલકસૂરિના શિષ્ય હતા. તેમની અન્ય કૃતિ કાલકાચાર્યકથા
૧. ૪. ૧૫૭
૨. જિનરત્નકોશ, પૃ. ૨૯૧
૩. એજન
૪. એજન, પૃ. ૪૫૫, પ્રકાશિત – હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૦; દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર, ગ્રન્થાંક ૨૫, મુંબઈ, ૧૯૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org