________________
૨૦૬
પ્રભાવકચરિત્ર ઉપરાંત જૈન આચાર્યોના સમૂહરૂપ ચરિત્રોનું આલેખન કરનારી કૃતિઓ મળે છે, તે છે – પ્રબંધાવલિ, પ્રબંધચિન્તામણિ અને પ્રબંધકોશ. જિનભદ્રની પ્રબંધાવલિમાં (સં. ૧૨૯૦) માનતુંગ, પાદલિપ્ત, હરિભદ્ર, અભયદેવ, સિદ્ધર્ષિ અને દેવાચાર્યનાં ચિરતો સંગૃહીત છે. પ્રબંધાવલિ વર્તમાન પુરાતનપ્રબંધસંગ્રહ' અન્તર્ગત પ્રકાશિત થઈ છે. મેરુતુંગકૃત પ્રબંધચિન્તામણિમાં (સં. ૧૩૬૧) સંક્ષેપ અને સામાસિક શૈલીમાં ભદ્રબાહુ, વૃદ્ધવાદી, મલ્લવાદી અને હેમચન્દ્રનાં જ ચરિત્રો આપવામાં આવ્યાં છે, જ્યારે રાજશેખરસૂરિષ્કૃત પ્રબન્ધકોશમાં (સં. ૧૪૦૫) ભદ્રબાહુ, નન્દિલ, જીવદેવ, આર્યખપટ, પાદલિપ્ત, સિદ્ધસેન, મલ્લવાદી, હરિભદ્ર, બપ્પભટ્ટ અને હેમચન્દ્રસૂરિનાં ચરિત્રો સંગૃહીત છે. પ્રભાવકચરિતમાં આપવામાં આવેલાં આ આચાર્યોનાં ચરિત્રો સાથે તુલના કરતાં જાણવા મળે છે કે રાજશેખરની સામે આ આચાર્યોનાં ચરિત્રો વિષયક અન્ય કોઈ સંગ્રહ પણ રહ્યો હશે જેમાંથી તેમણે આચાર્યવિષયક પ્રબંધો માટે કેટલીક સામગ્રી લીધી હશે કારણ કે આ આચાર્યોનાં ચરિત્રોમાં કેટલીય એવી વાતો છે જે પ્રભાવકચરતમાં નથી મળતી અને પ્રભાવકચરિતની કેટલીય વાતો આમાં નથી મળતી. તેમ છતાં પ્રબન્ધકોશની પ્રધાન સામગ્રી પ્રભાવકચરિત્રમાંથી જ લેવામાં આવી હોય એવું જણાય છે. પુરાતનપ્રબંધસંગ્રહ, પ્રબંધચિન્તામણિ અને પ્રબંધકોશનો વિશેષ પરિચય ઐતિહાસિક રચનાઓના પ્રસંગે દેવામાં આવશે.૪
પ્રભાવકકથા
જૈન કાવ્યસાહિત્ય
-
· પ્રભાવકચરિતની જેમ જ કેટલાક પ્રભાવશાળી આચાર્યોનાં
૧. સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨, ૧૯૩૬
૨. એજન, ગ્રન્થાંક ૧, ૧૯૩૩
૩. એજન, ગ્રન્થાંક ૬, ૧૯૩૫
૪. પ્રબંધ તે અર્ધ-ઐતિહાસિક કથાનકને કહેવામાં આવે છે જે સરળ સંસ્કૃત ગદ્ય અને કોઈ કોઈ વાર પદ્યમાં પણ લખવામાં આવ્યું હોય છે. પ્રબંધકોશના કર્તા રાજશેખરસૂરિએ (૧૫મી સદી) ઉક્ત કોશના પ્રારંભમાં ચરિત્ર અને પ્રબંધનો ભેદ સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેમના મતે તીર્થંકરો આદિ જૈનપુરાણના મહાપુરુષો અને પ્રાચીન રાજાઓ તથા આર્યરક્ષિતસૂરિ (મહાવીરનિર્વાણ ૫૫૭) સુધીના જૈનાચાર્યોનાં જીવનચરિત્રોને ચરિત્રકૃતિઓ કહેવામાં આવે છે, ત્યાર બાદ થનારા આચાર્યો અને શ્રાવકોનાં જીવનચરિતોને પ્રબંધ કહેવામાં આવે છે. રાજશેખરની આ માન્યતાનો પ્રાચીન આધાર માલૂમ નથી.
Jain Education International
જે હો તે, આ પ્રકારની નામપદ્ધતિના ભેદનું પાલન રચનાઓમાં સદા થયું નથી કારણ કે કુમારપાલ, વસ્તુપાલ, જગડૂ આદિ ૧૨મી-૧૩મી સદીના પુરુષોની
For Private & Personal Use Only
www.jainelibrary.org