________________
પૌરાણિક મહાકાવ્ય
આ કૃતિ અનુરુભ્ છંદમાં રચાઈ છે.
કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા પ્રસિદ્ધ હેમચન્દ્રાચાર્ય છે. તેમનો પરિચય અગાઉ આપી દીધો છે. આ કૃતિ તેમના જીવનના ઉત્તરકાળની રચના છે, તેથી પદ્યરચનામાં તેમનું અદ્ભુત કૌશલ જણાય છે.
પ્રભાવકચરિત આને ‘પૂર્વર્ષિચરિત’પણ કહે છે. આ કૃતિ એક રીતે પરિશિષ્ટપર્વની પૂરક છે. પરિશિષ્ટપર્વમાં જમ્બુથી વજ્રસ્વામી સુધીનાં ચિરતો આપવામાં આવ્યા છે જ્યારે પ્રસ્તુત કૃતિમાં લેખકે વજસ્વામીથી હેમચન્દ્ર સુધીના આચાર્યોનાં જીવનચરિતો આપ્યાં છે. બીજા શબ્દોમાં, તેમાં વિક્રમની પહેલી શતાબ્દીથી ૧૩મી શતાબ્દી સુધીના આચાર્યોનાં ચરિતો આલેખવામાં આવ્યાં છે. તેમનામાં પ્રાચીન આચાર્યોમાં પાદલિપ્ત, સિદ્ધસેન, મલ્લવાદી, હરિભદ્રસૂરિ તથા બપ્પભટ્ટનાં ચરિતો ઉલ્લેખનીય છે. ચૌલુક્ય રાજાઓના સમકાલીન વીરસૂરિ, શાન્તિસૂરિ, મહેન્દ્રસૂરિ, સૂરાચાર્ય, અભયદેવ, વીરદેવ અને હેમચન્દ્રસૂરિનાં ચિરતો તો ગુજરાતના ઈતિહાસ માટે ઘણાં જ મહત્ત્વપૂર્ણ છે. આ ચરિતોની ઐતિહાસિક વિશેષતાને અમે ઐતિહાસિક કાવ્યોના પ્રસંગે દર્શાવીશું. કર્તા અને રચનાકાલ - આ કૃતિની રચના ચન્દ્રકુલના રાજગચ્છના ચન્દ્રપ્રભના શિષ્ય આચાર્ય પ્રભાચન્દ્રે વિ.સં.૧૩૩૪માં કરી હતી. કૃતિના અંતે એક સારી પ્રશસ્તિ આપી છે. તેમાંથી કવિનો પરિચય મળે છે. આ કૃતિનું સંશોધન પ્રસિદ્ધ સંશોધક આચાર્ય પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. કર્તાએ પોતાના સંક્ષિપ્ત વિષયપ્રવેશમાં લખ્યું છે કે તેમણે આ કૃતિની સામગ્રી પોતાના પૂર્વવર્તી આચાર્યોની કૃતિઓમાંથી તથા પોતાના સમયમાં પ્રચલિત આખ્યાનોમાંથી લીધી છે. તેમાં હેમચન્દ્રાચાર્યના વિષયમાં આપવામાં આવેલું ચરિત તેમના વિષયમાં ઉપલબ્ધ બધાં ચિરતોમાં સૌથી પ્રાચીન ગણાય છે. આ કૃતિ હેમચન્દ્રના સ્વર્ગવાસ પછી ૮૦ વર્ષ બાદ લખાઈ
-
છે.
1
-
Jain Education International
૨૦૫
આ મહત્ત્વપૂર્ણ કૃતિ ઉપરાંત કર્તાની અન્ય કૃતિ મળતી નથી. પ્રભાચન્દ્ર ધર્મકુમારરચિત ધન્યશાલિભદ્રચરિતનું (સં.૧૩૩૮) સંશોધન પણ કર્યું હતું.
૧. પં. હરિનન્દ શર્મા દ્વારા સંપાદિત, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૯; મુનિ જિનવિજય દ્વારા સંપાદિત, સિંઘી જૈન ગ્રન્થમાલા, ૧૯૪૦; જિનરત્નકોશ, પૃ. ૨૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org