________________
પૌરાણિક મહાકાવ્ય
૨૦૩
ચરિત ઉપર પણ રચનાઓ કરી છે. અનેક મુનિઓનાં નામોનું સંકલન નિર્વાણકાર્ડ' વગેરે નિત્યપાઠ કરાતાં સ્તોત્રોના રૂપમાં મળે છે, પરંતુ સાથે સાથે તેમનાં જીવન ઉપર કેટલાંક મહત્ત્વપૂર્ણ કાવ્યો પણ રચાયાં છે.
આ વિષયનો ભદ્રેશ્વરસૂરિકૃત કહાવલિનો ઘેરાવલીચરિય” ભાગ ઉલ્લેખનીય છે. આમાં સૌપ્રથમ યુગપ્રધાન આચાર્યોના સંપૂર્ણ ઈતિહાસની સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં કાલકાચાર્યથી શરૂ કરી હરિભદ્રસૂરિ સુધીના આચાર્યોનાં ચરિત્રો આપવામાં આવ્યાં છે. આ વિષયની અન્ય રચનાઓ પરિશિષ્ટપર્વ વગેરે માટે આ કૃતિ આદર્શ રહી છે.
સ્થવિરાવલીચરિત અથવા પરિશિષ્ટપર્વ – હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રના ૧૦ પર્વોના પરિશિષ્ટના રૂપમાં રચાયું હોવાથી તેને પરિશિષ્ટપર્વ કહેવામાં આવે છે.
त्रिषष्टिशलाकापुंसां दशपूर्वी विनिर्मिता ।
इदानीं तु परिशिष्टपर्वास्माभिर्वितन्यते ॥ તેમાં જબૂસ્વામીથી શરૂ કરી વજસ્વામી સુધીના પ્રભાવક આચાર્યોનાં વિસ્મયકારી ચરિત્રો આલેખવામાં આવ્યાં છે. જર્મન વિદ્વાન હર્મન યાકોબી તેને
વિરાવલિચરિત કહે છે, તેમ કહેવા માટે બે આધાર છે. પહેલો એ કે ઉક્ત ગ્રન્થના પ્રથમ સર્ગનો છઠ્ઠો શ્લોક છે : “સત્ર ૨ નવૂવાધ્યલિસ્થવિરાજ
થોચતે'.બીજો એ કે પ્રત્યેક પર્વના અંતે આવતી પુષ્યિકાઓમાં “વિવર્તીત મહાકાવ્ય નામોલ્લેખ મળે છે : ચારાર્યશ્રીરવિરત પરિશિષ્ટપવા વરાવિત્રીવત્તેિ મહાવિદ્યાન્સે... ! આ ગ્રન્થમાં ૧૩ પર્વો છે, તેમનું પરિમાણ ૩પ૦૦ શ્લોકપ્રમાણ છે.
આ ગ્રન્થનો ઉદેશ્ય ધર્મોપદેશ છે. હેમચન્દ્ર તેને પ્રાચીન દષ્ટાન્ત, ઉપદેશપૂર્ણ કથાઓ અને પૂર્વવર્તી યુગપ્રધાન પુરુષોનાં કથાનકો આપીને રોચક અને રમ્ય બનાવી દીધો છે. આમાં સંગ્રહ રૂપે અનેક પૌરાણિક કથાઓ, નીતિકથાઓ તથા પ્રાચીન સ્થવિરોનાં જીવનવૃત્તાન્તો મળે છે. ધર્મના પરંપરાગત વિસ્તારમાં જે
૧. યાકોબી, સ્થવિરાવલીચરિત અથવા પરિશિષ્ટપર્વ, બિલ્ફિયોથેકા ઈન્ડિકા (સં. ૯૬),
કલકત્તા, ૧૮૯૧; બીજું પરિવર્ધિત સંસ્કરણ, ભૂમાન અને ટાવને દ્વારા સંપાદિત, ૧૯૩૨; ૫. હરગોવિન્દદાસ દ્વારા સંપાદિત, જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૬૮; આના અનેક ઉદ્ધરણોનો અનુવાદ જે. હર્ટલે જર્મનમાં કર્યો હતો, લીઝીગ, ૧૯૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org