________________
૨૦૨
જૈન કાવ્યસાહિત્ય
તરીકે પ્રસિદ્ધિ પામી હતી. જયન્તીએ મહાવીરને જીવ અને કર્મ વિશે અનેક પ્રશ્નો પૂક્યા હતા.
વૃત્તિકારે અભયદાનમાં મેઘકુમારકથા, કરુણાદાનમાં સમ્મતિનૃપકથા, શીલપાલન ઉપર સુદર્શન શેઠ-મનોરમા કથા, માનમાં બાહુબલિની કથા તથા અન્ય પ્રસંગોમાં બપ્પભટ્ટસૂરિ, આર્યરક્ષિત આદિની કથાઓ અને અન્તમાં જયન્તીની કથા આપી છે.
કર્તા અને રચનાકાળ – કૃતિના અંતે ૨૦ શ્લોકોમાં કૃતિના કર્તાની તથા ૧૮ શ્લોકોમાં કૃતિલેખકની પ્રશસ્તિ આપવામાં આવી છે. તેમાંથી જાણવા મળે છે કે વટગચ્છમાં ક્રમશઃ સર્વદેવસૂરિ, જયસિંહસૂરિ, ચન્દ્રપ્રભસૂરિ, ધર્મઘોષસૂરિ, શીલગુણસૂરિ થયા. તે જ ગચ્છની પૂર્ણિમા શાખાના ગચ્છપતિ માનતુંગસૂરિએ જયન્તી પ્રશ્નોત્તરપ્રકરણનું નિર્માણ કર્યું અને તેમના શિષ્ય મલયપ્રભે વિ.સં. ૧૨૬૦ (જેઠ વદ ૫)માં તેના ઉપર વૃત્તિ રચી. આ કૃતિ સં. ૧૨૬૧માં ચૌલુક્ય રાજા ભીમદેવ બીજાના રાજ્યમાં પ્રાગ્વાટવંશી શેઠ ધવલની પુત્રી નાઉ શ્રાવિકાએ પંડિત મુંજાલ પાસે લખાવી અંકુશિલા સ્થાનમાં અજિતદેવને સમર્પિત કરી.
માનતુંગની અન્ય રચનાના વિષયમાં કંઈ જાણકારી નથી પરંતુ મલયપ્રત્યે સ્વપ્રવિચારભાષ્ય નામની કૃતિ રચી હતી. - સુલસાચરિત – ભગવાન મહાવીરના શ્રાવિકાસંઘની પ્રમુખા સુલસા પોતાના દઢ સમ્યક્ત માટે પ્રસિદ્ધ હતી. તેના ચરિત્ર ઉપર આગમગચ્છીય જયતિલકસૂરિએ આઠ સર્ગોવાળું આ કાવ્ય રચ્યું છે. તેમાં ૫૪૦ સંસ્કૃત શ્લોકો છે. તેની અનેક હસ્તપ્રતો મળે છે. પ્રાચીનતમ સં. ૧૪પ૩ની છે.
મહાવીરકાલીન અન્ય શ્રાવિકાઓમાં રેવતીના ચરિત ઉપર રેવતીશ્રાવિકા કથા (સંસ્કૃત) મળે છે. પ્રભાવક આચાર્યવિષયક કૃતિઓ
જૈન કવિઓએ તીર્થંકર વગેરે મહાપુરુષોના સમુદિત ચરિતો - મહાપુરાણ યા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત આદિની જેમ સમુદિત રૂપમાં આચાર્યો મુનિઓનાં
૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૭ ૨. એજન, પૃ. ૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org