________________
પૌરાણિક મહાકાવ્ય
પાસેનું નગર)માં સં. ૧૫૧૩ લગભગ કરી હતી. આ કાવ્યની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૫૯૧ની મળે છે.
વિદ્યાનન્દિકૃત ઉક્ત કાવ્યને જ ભૂલથી તેમના શિષ્ય બ્રહ્મ. નેમિદત્તકૃત,મલ્લિભૂષણકૃત કે વિશ્વભૂષણકૃત માનવામાં આવ્યું છે.
કામદેવચરિત – મહાવીરના જીવનપ્રસંગમાં ધનવાન ગૃહસ્થ કામદેવનું વર્ણન આવે છે. તેને લઈને રોચક કાવ્યની રચના અંચલગચ્છના મેરુતંગસૂરિએ વિ.સં.૧૪૦૯માં કરી છે.
૧૯૯
આનન્દસુન્દરકાવ્ય મહાવીરકાલીન દસ શ્રાવકોના સમુદિત ચરિતના રૂપમાં સંસ્કૃત આનન્દસુન્દરકાવ્ય અપરનામ દશશ્રાવકચરિતની રચના સર્વવિજયગણિએ કરી છે. ઉક્ત ગણિએ તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિના પટ્ટધર સુમતિસાધુના પટ્ટકાળમાં માળવાના ગ્યાસુદીન ખિલજીના રાજકર્મચારી જાવડની વિનંતીથી આ કાવ્ય રચ્યું છે. આ કૃતિની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૫૫૧ની મળી છે. સર્વવિજયગણિની બીજી રચના સુમતિસમ્ભવ પણ મળે છે, તેમાં સુમતિસાધુ અને જાવડનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. દશશ્રાવકોનાં ચરિતો ઉપર પ્રાકૃતમાં જિનપતિના શિષ્ય પૂર્ણભદ્રગણિએ સં. ૧૨૭૫માં ઉપાસકદશાકથા અપરનામ દશશ્રાવકચરિત અને સાધુવિજયના શિષ્ય શુભવર્ધને સં. ૧૫૪૨માં ગ્રન્થાગ્ર ૮૦૦ શ્લોકપ્રમાણ દશશ્રાવકચરિત (પ્રાકૃત) રચેલું છે. અજ્ઞાતકક આનન્દાદિશ્રાવકચરિત તથા દશશ્રાદ્ધચરિત નામની કૃતિઓ પણ મળે છે.
અર્જુન માલાકાર – અર્જુન માળી ઘટનાવિશેષના પ્રભાવથી આખી માનવજાતિ પ્રતિ વિદ્રોહી બની જાય છે અને રોજ સાત વ્યક્તિઓને મારી નાખવાનો મોટો
—
Jain Education International
૧. પ્રસ્તાવના, પૃ. ૧૩-૧૭
૨. જિનરત્નકોશ, પૃ. ૮૪; હેમચન્દ્ર સભા, પાટણ, ૧૯૨૮
૩. દશશ્રાવક : આનન્દ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદૃાલપુત્ર, મહાશતક, નન્દિનીપિતા, સાલિહીપિતા.
૪. જિનરત્નકોશ, પૃ. ૩૦
૫. એજન, પૃ. ૫૬, ૧૭૧
૬. એજન, પૃ. ૧૭૧
૭. એજન, પૃ. ૩૦ ૮. એજન, પૃ. ૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org