________________
૧૯૮
જૈન કાવ્યસાહિત્ય
કરનારા તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કથાનો વિસ્તાર હરિષેણાચાર્યના બૃહત્કથાકોશમાં, શ્રીચન્દ્રકૃત અપભ્રંશ કહાકોસુમાં, તથા રામચન્દ્ર મુમુક્ષુકૃત પુણ્યાશ્રવકથાકોશમાં આપવામાં આવ્યો છે. આ વિષયનું સૌપ્રથમ સ્વતંત્ર કાવ્ય અપભ્રંશમાં નયનશ્વિનું સુદંસણચરિઉ (સં.૧૧૦૦) છે. તે પછી આપણને ત્રણ સંસ્કૃત રચનાઓનો ઉલ્લેખ મળે છે. તેમનો સંક્ષિપ્ત પરિચય નીચે આપ્યો છે.
૧. ભટ્ટારક સકલકીર્તિ (૧૫મીનો ઉત્તરાર્ધ) કૃત કાવ્યમાં આઠ પરિચ્છેદ છે.' તેની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૬૫૪ની મળી છે. સકલકીર્તિ અને તેમની કૃતિઓનો પરિચય પહેલાં આપી દીધો છે.
૨. ભટ્ટારક મુમુક્ષુ વિદ્યાનબ્દિકૃત કાવ્ય ૧૨ અધિકારોમાં વિભક્ત છે. તેનું પરિમાણ ૧૩૬૨ શ્લોકપ્રમાણ છે. જે પ્રથમ અધિકારમાં મહાવીરસમાગમ, બીજામાં શ્રાવકાચાર અને તત્ત્વોપદેશ, આઠમામાં સુદર્શનના પૂર્વભવો, તથા નવામામાં દ્વાદશ અનુપ્રેક્ષાઓનું વર્ણન છે. બાકીના અધિકારોમાં સુદર્શનના વર્તમાન ભવનું વર્ણન છે. આખી કૃતિ અનુરુપૂ છંદમાં નિર્મિત છે પરંતુ અધિકારના અન્ને છંદ બદલાય છે. કૃતિમાં “કરૂં ' કહીને અન્ય કૃતિઓમાંથી પ્રાકૃત અને સંસ્કૃત શ્લોકો ઉદ્ધત કરવામાં આવ્યા છે.
પ્રસ્તુત કાવ્યના પ્રત્યેક અધિકારની અન્તિમ પુષ્પિકા તથા કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાં કર્તાએ પોતાના નામનો નિર્દેશ કર્યો છે અને ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો છે. તેમાંથી જાણવા મળે છે કે કર્તા મુમુક્ષુ વિદ્યાનદિ છે. તે મૂલસંઘના ભારતીયગચ્છના બલાત્કારગણના ભટ્ટારક પ્રભાચન્દ્રના પ્રશિષ્ય તથા ભટ્ટારક દેવકીર્તિના શિષ્ય હતા. વિદ્યાનન્દિના શિષ્ય મલ્લિભૂષણ, શ્રુતસાગર અને બ્રહ્મ. નેમિદત્ત પણ સારા કવિ અને લેખક હતા. વિદ્યાનદિનો કાર્યકાળ વિ.સં. ૧૪૮૯થી ૧૫૩૮ મનાય છે. પ્રસ્તુત કાવ્યની રચના તેમણે ગન્ધારપુરી (ભરૂચ
૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૪; રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, મરાઠી
અનુવાદ સાથે સોલાપુરથી સન્ ૧૯૨૭માં પ્રકાશિત; ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૫૪-૫૬માં વિશેષ પરિચય આપવામાં
આવ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૪૪૪; ભારતીય જ્ઞાનપીઠ વારાણસી, વિ.સં. ૨૦૨૭, ડૉ. હીરાલાલ
જૈન દ્વારા સંપાદિત, પ્રસ્તાવના જોવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org