________________
૧૮૨
પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રાકૃતનાં ગદ્ય-પદ્યની યોજના પણ આ ચિરતમાં
કરવામાં આવી છે. તેમાં કેટલાંક પ્રાચીન અર્ધમાગધી આગમોમાંથી ઉદ્ધરણોના
૧
-
રૂપમાં ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે જ્યારે કેટલાંકની રચના કવિએ પોતે કરી છે. આ કાવ્ય વિવિધ અલંકારોની યોજનાથી સમૃદ્ધ છે. શબ્દાલંકારોમાં યમક અને અનુપ્રાસનો પ્રયોગ તો પ્રચુર થયો છે પરંતુ અર્થાલંકારોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપકનો અધિક પ્રયોગ થયો છે. આ ચિરતમાં વિવિધ છંદોનો પ્રયોગ નોંધપાત્ર છે. મહાકાવ્યના પરંપરાગત નિયમોનું પાલન ન કરીને પ્રત્યેક સર્ગમાં અનેક વૃત્તોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, છન્દ શીઘ્ર બદલવામાં આવ્યા છે. આમ તો કાવ્યમાં અનુષ્ટુપ્નો પ્રયોગ સૌથી વધુ થયો છે. તેના પછી ઉપજાતિ, વસંતતિલકા, વંશસ્થ અને શાર્દૂલવિક્રીડિતનો પ્રયોગ ક્રમશઃ આવે છે. અન્ય છંદોમાં સ્વાગતા, હરિણી, સ્રગ્ધરા, મન્દાક્રાન્તા, માલિની, આર્યા આદિ છંદોનો પ્રયોગ થયો છે. કવિપરિચય અને રચનાકાલ - આ ચરિતના અંતે કવિએ પોતાની ગુરુપરંપરા જણાવી છે. તેમાંથી જાણવા મળે છે કે આ મહાકાવ્યના કર્તા કમલપ્રભસૂરિ છે. તે ચન્દ્રગચ્છના હતા. તેમના પૂર્વવર્તી આચાર્યોમાં ચન્દ્રગચ્છમાં ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિ થયા, તેમનાં ચરણોની વંદના રાજા જયસિંહ પણ કરતા હતા. ધર્મઘોષસૂરિ પછી તેમના પટ્ટ ઉપર ક્રમશઃ કૂચલસરસ્વતીની ઉપાધિથી વિભૂષિત ચક્રેશ્વરસૂરિ વગેરે કેટલાય આચાર્યો થયા, તેમાં એક રત્નપ્રભસૂરિ હતા. પુંડરીકચરિતના કર્તા કમલપ્રભસૂરિ આ રત્નપ્રભસૂરિના શિષ્ય હતા. કમલપ્રભસૂરિએ આ કાવ્યની રચના ગુજરાતના ધવલક્ક (ધોળકા) નગરમાં વિ.સં ૧૩૭૨માં કરી હતી. પ્રસ્તુત કાવ્યના નિર્માણની પ્રેરણા કવિને મુનિઓએ આપી હતી. આ કાવ્યનો આધાર ભદ્રબાહુકૃત શત્રુંજયમાહાત્મ્ય, વજસ્વામીકૃત શત્રુંજયમાહાત્મ્ય અને પાદલિપ્તસૂરિકૃત શત્રુંજયકલ્પ હતા એમ દર્શાવવામાં આવ્યું છે.
જૈન કાવ્યસાહિત્ય
અન્ય મહાપુરુષોમાં ભગવાન મુનિસુવ્રતના તીર્થકાળમાં થયેલા રામચન્દ્રના ચરિત સાથે જોડાયેલાં સીતા અને લક્ષ્મણનાં ચરિત્રો ઉપરાંત સુગ્રીવ ઉપર સુગ્રીવરિત્ર' (પ્રાકૃત) મળે છે.
૧. પુંડરીકચરિત, સર્ગ ૩, શ્લોક ૧૦-૧૧ २. श्रीविक्रमराज्येन्द्रात् त्रयोदशशतमिते । द्वासप्तत्यधिके वर्षे विहितं धवलके ॥ ૩. જિનરત્નકોશ, પૃ. ૪૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org