________________
૧૮૮
જૈન કાવ્યસાહિત્ય
નયસેન, જન્ન, ગુણવર્મ, કમલભવ અને મહાબલિએ પોતાના પુરાણકાવ્યોમાં જટાસિંહનદિનો ઉલ્લેખ કર્યો છે. તેમનો સૌપ્રથમ ઉલ્લેખ ઉદ્યોતનસૂરિની કુવલયમાલામાં (શક સં. ૭૦૦ = ઈ.સ ૭૭૮) થયો છે, એટલે તે (જટાસિંહનન્ડિ) તેનાથી અવશ્ય પૂર્વવર્તી છે. કન્નડ સાહિત્યમાં તેમના વિવિધ ઉલ્લેખો ઉપરથી પ્રમાણિત થાય છે કે તે કર્ણાટકવાસી હતા. કર્ણાટક પ્રદેશના પલ્લક્કીગુંડ નામના ડુંગર ઉપર અશોકના શિલાલેખ નજીક બે પગલાં છે. તેની બરાબર નીચે કન્નડ ભાષામાં બે લીટીનો એક શિલાલેખ છે. તેમાં લખ્યું છે કે ચાવચ્ચે જટાસિંહનન્જાચાર્યનાં પગલાં તૈયાર કરાવ્યાં છે. સંભવતઃ કવિનું આ સમાધિસ્થળ છે. આ કાવ્યના સંપાદક ડૉ. આ. કે. ઉપાધ્યેએ જટાસિંહનદિનો સમય ઈ.સ. સાતમી સદીનો અન્ત દર્શાવ્યો છે. કવિના આ કાવ્યની તુલના અનેક દષ્ટિએ અશ્વઘોષના બુદ્ધચરિતની સાથે કરી શકાય. કાલિદાસ અને ભારવિની રચનાઓ અને વરાંગચરિત વચ્ચે કોઈ સામ્ય નથી.'
વરાંગચરિત ઉપર અન્ય સંસ્કૃત રચનાઓ ૬ઠ્ઠી-૭મી શતાબ્દી પછીની છે.
૨. વરાંગચરિત – આ બીજી રચનામાં ૧૩ સર્ગ છે અને કાવ્યનું પરિમાણ ૧૩૮૩ અનુષ્ટશ્લોકપ્રમાણ છે. આ કૃતિનો આધાર પૂર્વોક્ત વરાંગચરિત છે. પરંતુ તેના કર્તાએ ઉક્ત કથાનકમાંથી વર્ણનો અને ધર્મોપદેશો ઓછા કરી નાખ્યા છે. ધાર્મિક અને દાર્શનિક ચર્ચાઓ પણ નામમાત્ર છે. કથાનકમાં કવિએ માત્ર એટલું પરિવર્તન કર્યું છે કે જ્યાં જટાસિંહનન્દિએ વરાંગના વૈરાગ્યનું કારણ આકાશમાંથી ખરતા તારાનું દર્શન જણાવ્યું છે ત્યાં પ્રસ્તુત કાવ્યમાં તેના વૈરાગ્યનું કારણ તેલ ઘટવાથી દીપકની ક્ષીણ થતી જ્યોતનું દર્શન કર્યું છે.
આ કાવ્ય પૂર્વ વરાંગચરિતનું સંક્ષિપ્ત રૂપ હોવા છતાં પણ કવિએ પોતાના ભાવોને સુંદર રસો, અલંકારો અને છંદોમાં વ્યક્ત કરવામાં સફળતા મેળવી છે.
૧. પ્રસ્તાવના, પૃ. ૧૯ ૨. એજન, પૃ. ૨૨ ૩. એજન, પૃ. ૭૩ ૪. ૫. જિનદાસ પાર્શ્વનાથ ફડકુલ દ્વારા સંપાદિત અને મરાઠીમાં અનૂદિત, સોલાપુ, ૧૯૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org