________________
પૌરાણિક મહાકાવ્ય
થયો છે. તેમનો પ્રયોગ એવી કુશળતાથી કરવામાં આવ્યો છે કે તેમનું સ્વતન્ત્ર અસ્તિત્વ લુપ્ત થઈ ગયું છે અને તેઓ વાક્યનાં અંગભૂત બની ગયાં છે. આ કાવ્યમાં દેશી ભાષાથી પ્રભાવિત શબ્દોનો પણ બહુ જ પ્રયોગ થયો છે. કવિએ અનેક દેશી શબ્દોને જ સંસ્કૃત રૂપ આપી તેમનો પ્રયોગ કર્યો છે, જેમકે ડોંગર (ડુંગર-પર્વત), કેદારક (ક્યારી), હદતે (હગે છે), સિંધન (સૂચના), તાલુક (તાલા), વિભામણ (બિછાનું), પ્રોયિતું (પરોવવું), વગેરે. તેના ભાષાપ્રવાહમાં અલંકારોનો સ્વાભાવિક પ્રયોગ થયો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો પ્રયોગ અધિક થયો છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અર્થાન્તરન્યાસનો પ્રયોગ બહુ જ થયો છે. કાવ્યના પ્રત્યેક સર્ચમાં એક જ છંદનો પ્રયોગ થયો છે અને સર્ગાન્તે છંદમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. ૧, ૩, ૫, ૭, ૯, ૧૧ અને ૧૨ સર્ગોમાં અનુષ્ટુલ્ છંદનો પ્રયોગ થયો છે. બીજા સર્ગમાં ઉપજાતિનો, ચોથામાં માધવનો, છઠ્ઠામાં રથોદ્ધતાનો, આઠમામાં વસન્તતિલકાનો પ્રયોગ થયો છે. દસમા સર્ગમાં અને પ્રશસ્તિમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. આ કાવ્યમાં કુલ ૧૫ છંદોનો પ્રયોગ થયો છે, તે છે અનુષ્ટુપ્, ઉપજાતિ, વસન્તતિલકા, રથોદ્ધતા, માધવ, તોટક, સ્રગ્વિણી, દોધક, દ્રુતવિલમ્બિત, સ્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત, માલિની, આર્ય, શિખરિણી અને મન્દાક્રાન્તા.
કવિપરિચય અને રચનાકાળ – · ગ્રન્થના અન્તે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી કવિનો પરિચય મળે છે. તે અનુસાર આ કાવ્યના કવિ ચન્દ્રતિલક ઉપાધ્યાય છે. તે ચન્દ્રગચ્છના તા. આ જ ચન્દ્રગચ્છમાં પ્રસિદ્ધ વિદ્વાન વર્ધમાનસૂરિ થયા હતા. તેમના પછી ક્રમ જિનેશ્વરસૂરિ, અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચન્દ્રસૂરિ, જનપતિસૂરિ અને જિનેશ્વરસૂરિ થયા. કવિ ચન્દ્રતિલક ઉપાધ્યાય જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. કવિએ જેમની પાસેથી વિભિન્ન શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું તે બધા મુનિઓનો સાભાર ઉલ્લેખ તેમણે પ્રશસ્તિમાં કર્યો છે. આ કૃતિની રચના કવિએ જિનપાલ ઉપાધ્યાયની પ્રેરણાથી કરી હતી. તેનું સંશોધન લક્ષ્મીતિલકગણિ અને અભયતિલકગણિએ કર્યું હતું. કૃતિની રચનાનો પ્રારંભ વાગ્ભટ્ટમેરુ (બાડમેર) નગરમાં થયો હતો અને તેની સાતિ ગુજરાતના
૧૯૩
૧. એજન, સર્ગ ૧.૧૩૦; ૪. ૩૯૪; ૫.૪૪૨, ૭૦૨; ૭. ૬૯૦; ૮ ૨૮, ૧૫૩; ૯.૮૪, ૧૭૨, ૪૩૦, ૪૮૬, ૬૮૫, ૯૨૨, ૯૨૩; ૧૧.૭૨૧; ૧૬ ૧૭૧ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org