________________
૧૯૪
જેન કાવ્યસાહિત્ય
ખંભાતનગરમાં વાઘેલા રાજા વસલદેવના રાજયમાં વિ.સં.૧૩૧૨માં દીવાળીના દિવસે થઈ હતી.
અભયકુમારચરિત નામની રચનાઓમાં એક ભટ્ટારક સકલકીર્તિની રચનાનો અને એક અજ્ઞાતકર્તક રચનાનો ઉલ્લેખ મળે છે.' મહાવીરકાલીન અન્ય પાત્રોનાં ચરિત્ર - ભગવાન મહાવીરના સમકાલીન અનેક સન્તો, રાજાઓ, ધાર્મિક રાજકુમારો, રાજકુમારીઓ તથા શેઠો, ગૃહસ્થ અને અન્ય વર્ગોના લોકોનાં ચરિત્રો ઉપર પણ જૈન કવિઓએ કાવ્યો રચ્યાં છે.
રાજન્યવર્ગમાં રાજગૃહના રાજા શ્રેણિક અને તેના રાજકુમારો ઉપરાંત કૌશામ્બીના રાજા ઉપર ઉદયનચરિત્ર, ઉજ્જૈનીના રાજા ઉપર પ્રદ્યોતકથા, સિન્ધસૌવીર રાજા ઉપર ઉદાયનરાજકથા, દશાર્ણભદ્ર દેશના રાજા ઉપર દશાર્ણભદ્રચરિત' (પ્રાકૃત) તથા હસ્તિનાપુરના રાજા ઉપર શિવરાજર્ષિચરિત રચાયાં છે. એવી જ રીતે રાજકુમારોમાં પૃષ્ઠચંપાના રાજકુમાર મહાશાલ, અતિમુક્તક અને મૃગાપુત્ર ઉપર રચાયેલાં ચરિતકાવ્યો ઉપલબ્ધ છે.
ધાર્મિક શેઠોમાં ધન્યકુમાર-શાલિભદ્ર ઉપરાંત સુદર્શન શેઠ૧૦ ઉપર પણ કેટલાંય કાવ્યો રચાયાં છે. ધની ગૃહસ્થોમાં કામદેવ શ્રાવકનું ચરિત્ર ઉલ્લેખનીય છે. એ જ રીતે આનન્દ વગેરે દસ શ્રાવકો ઉપર પણ ચરિતકાવ્યો રચાયેલાં મળે
૧. જિનરત્નકોશ, પૃ. ૧૩ ૨. એજન, પૃ. ૪૬ ૩. એજન, પૃ. ૨૬૪ ૪. એજન, પૃ. ૪૬ ૫. એજન, પૃ. ૧૭૧ ૬. એજન, પૃ. ૩૮૪ ૭. એજન, પૃ. ૩૦૭ ૮. એજન, પૃ. ૪ ૯. એજન, પૃ. ૩૧૩ ૧૦.એજન, પૃ. ૪૪૪ ૧૧.એજન, પૃ. ૮૪ ૧૨.એજન, પૃ. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org