________________
પૌરાણિક મહાકાવ્ય
૧૯૫
છે. સામાન્ય વર્ગમાંથી માલાકાર અર્જુન ઉપર તથા ચૌરકર્મનિરત વ્યક્તિઓમાં વિદ્યુચ્ચર, રૌહિણેય અને દઢપ્રહારિ ઉપર ચરિતકાવ્યો મળે છે.
મહાસન્તોમાં ગૌતમ ગણધર અને જબૂસ્વામી ઉપરાંત અંબડ પરિવ્રાજક અને ગાંગેય મુનિ ઉપર રચાયેલાં ચરિતકાવ્યો ઉપલબ્ધ છે. ભક્ત સ્ત્રીઓમાં ચન્દના, મૃગાવતી, જયન્તી, પ્રભાવતી, શ્રીમતી (આર્દ્રકુમારની રાણી), સુલસા અને રેવતી શ્રાવિકા વગેરે પર કૃતિઓ લખાઈ છે.
અહીં અમે કેટલીક રચનાઓનો પરિચય આપીશું. ' ગૌતમચરિત – ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ ઉપર કેટલાંય કાવ્યો રચાયાં છે, તેમાંથી આ પ્રસ્તુત કાવ્યમાં પાંચ સર્ગ છે. તેનું સર્જન મંડલાચાર્ય ધર્મચન્દ્ર (દિગમ્બર) કર્યું છે. ધર્મચન્દ્ર ભટ્ટારક યશકીર્તિના શિષ્ય ભાનુકીર્તિના પ્રશિષ્ય અને શ્રીભૂષણના શિષ્ય હતા. આ કાવ્યનો સમય સં. ૧૭૨૬ છે.
ભટ્ટારક યશકીર્તિકૃત એક રચનાનો નિર્દેશ મળે છે." ત્રીજી રચનાનો સંક્ષિપ્ત પરિચય નીચે આપીએ છીએ.
ગૌતમીયકાવ્ય – આ કાવ્ય ૧૧ સર્ગોમાં વિભક્ત છે. પ્રારંભમાં શ્રોતાઓના મનોરંજન માટે ઉપવનશોભા, પઋતુવર્ણન, સમવસરણશોભા વગેરેનું વર્ણન છે. આ કાવ્યકૃતિમાં ગૌતમ ઈન્દ્રભૂતિના સંશયનું નિવારણ કરવા માટે અને તેમને ચારિત્રમાં પ્રવેશ કરાવવા માટે ભગવાન મહાવીર ઉપદેશ દે છે. ઉપદેશમાં જૈનધર્મનાં ગૂઢ ને ગૂઢ તથ્યો આવી ગયાં છે, જેમકે તર્કો દ્વારા આત્મસિદ્ધિ વગેરે. ઈન્દ્રભૂતિ પછી અગ્નિભૂતિ, વ્યક્તાચાર્ય, સુધર્મા, મંડિત, મેતાર્ય વગેરેના સંદેહોના નિરાકરણનું અને જૈનધર્મની દીક્ષાનું નિરૂપણ છે. આમ આ કાવ્યમાં પ્રારંભિક જૈનસંઘનો એક નાનકડો ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. કવિએ ખૂબ કૌશલપૂર્વક ક્લિષ્ટ અને નીરસ વિષયને પણ રોચક રીતે કાવ્યમય શૈલીમાં રજૂ કર્યો છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૩પ૬ ૨. એજન, પૃ. ૩૩૪ ૩. એજન, પૃ. ૧૧૭ ૪. એજન, પૃ. ૧૧૧ ૫. એજન . ૬. એજન, પૃ. ૧૧૨; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ સિરીઝ (સં. ૯૦), ૧૯૪૦,
વ્યાખ્યા સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org